સમારકામ:સુરેન્દ્રનગરમાં બિસમાર માર્ગોનું નવીનીકરણ થશે

સુરેન્દ્રનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ચોમાસા બાદ શહેરના માર્ગો ખખડધજ, દોઢ કરોડથી વધુનો ખર્ચે કરવામાં આવશે

સુરેન્દ્રનગર દૂધરેજ વઢવાણ સંયુક્ત પાલિકા દ્વારા ચોમાસા બાદ શહેરમાં બિસ્માર બનેલા રસ્તાઓનું નવીનીકરણ કરવાની કામગીરી હાથ ધરાઇ છે. જેમાં શહેરના અલગ અલગ વોર્ડમાં આવેલા જીનતાન ઉદ્યોગનગર, ખમીસાણા રોડ, શક્તિનગર સહીતના વિસ્તારોમાં અંદાજે 1.5 કરોડના ખર્ચે રસ્તાઓ નવા બનાવાવમાં આવશે.સુરેન્દ્રનગર શહેરના અમુક વિસ્તારોમાં રસ્તાઓ બિસ્માર હોવાની સ્થાનિકોની રાવ હતી. ત્યારે લોકોની મુશ્કેલી ધ્યાને લઇ પાલિકા તંત્ર દ્વારા રસ્તાઓનું નવીનીકરણ કરવાની કામગીરી હાથ ધરાઇ છે. યુડીપી શહેરી સડક યોજના અને 14 માં નાણાપંચની ગ્રાન્ટમાંથી અંદાજે રૂપિયા દોઢ કરોડથી વધુના ખર્ચે શહેરના જીનતાન ઉદ્યોગનગર, ખમીસાણા રોડ, શક્તિનગર, નવા જંક્શન રોડ ઉપરાંત શહેરના તમામ વોર્ડમાં જ્યાં રસ્તાઓ જર્જરીત હાલતમાં તે રસ્તાઓનું નવીનીકરણ કરવાની કામગીરી શરૂ કરી દેવાઇ છે. આ અંગે પૂર્વ પાલિકા પ્રમુખ વિપિનભાઇ ટોળીયાએ જણાવ્યું કે તહેવારોના સમયે લોકોને મુશ્કેલી ન પડે તે માટે રસ્તાઓની કામગીરી શરૂ કરી દેવાઇ છે અને બને તેટલી ઝડપથી રસ્તાઓના કામ પુરા થાય માટે સુચના આપી દેવાઇ છે.

અન્ય સમાચારો પણ છે...