તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:વઢવાણના લટુડા ગામથી બાયોડીઝલ ઝડપાયંુ, 2.02 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

વઢવાણ તાલુકાના લટુડા ગામે બાતમીના આધારે દરોડો કરાતા મકાનમાંથી 3000 લીટર બાયોડીઝલ તથા સંગ્રહ કરવાના સાધનો સહિત રૂ.2.02 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. જિલ્લા પોલીસવડાની સૂચનાને પગલે એલસીબી પોલીસ ટીમે જિલ્લાના તમામ વિસ્તારોમાં પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. દરમિયાન વઢવાણ તાલુકામાં ગેરકાયદે બાયોડિઝલ અંગે બાતમી મળતા પોલીસ ટીમે વઢવાણના લટુડાના ગામે દરોડો કર્યો હતો.

જ્યાં વિરભદ્રસિંહ ઉર્ફે ધોધુભા કેશુભા રાણા (રહે. લટુડા હાલ રહે.અંકલેશ્વર ભરૂચ) વાળાના રબારી શેરીમાં આવેલા મકાનના ડેલામાં પમાભાઇ હરીભાઇ મકવાણા (રહે.લટુડાની મદદથી ગેરકાયદે સંગ્રહ કરેલ બાયોડિઝલ મળી આવ્યું હતું. આથી પોલીસે બાયોડિઝલ જેવું 3000 લીટર પ્રવાહી, બેરલમાંથી બાયોડિઝલ ખેંચવાનો પંપ, માપીયુ, બેરલમાં પ્રવાહી માપવાની ડીપ, લોખંડનું પાનુ સહિત રૂ.2,02,000 લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો.

આરોપીઓ વિરૂધ્ધ જોરાવરનગર પોલીસ સ્ટેશને ગુનો નોંધવામાં આવ્યો હતો. આ કાર્યવાહીમાં એલસીબી પીઆઇ ડી.એમ.ઢોલ, એએસઆઇ એન.ડી.ચુડાસમા, સંજયભાઇ, દિલિપભાઇ , અજયસિંહ, નિર્મળસિંહ સહિત એલસીબી ટીમ જોડાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...