તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધાર્મિક:વઢવાણના કટુડામાં 111 બિલ્વપત્રના વૃક્ષના સાનિધ્યમાં બિરાજમાન બિલેશ્વર મહાદેવ, શ્રાવણમાં દરરોજ 4 વખત આરતી થાય છે

સુરેન્દ્રનગર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં બિલ્વપત્ર વૃક્ષો વચ્ચે આવેલું એક માત્ર મહાદેવ મંદિર, 1 હજાર પાર્થેશ્વરનું કરાય છે પૂજન

વઢવાણના કટુડા ગામના તળાવની પાળી 111 વિશાળ બિલ્વપત્રના વૃક્ષોના સાનિધ્યમાં બિલેશ્વર મહાદેવ મંદિર આવેલ છે. જ્યાં મહાદેવ સિવાય નવગ્રહ મૂર્તિ તથા વિવિધ ઋષીમુનીઓની પણ મૂર્તિની સ્થાપના કરાઇ છે. અહીં શ્રાવણમાસમાં ધાર્મિક કાર્યક્રમ યોજાતા લોકો દર્શન લાભ લે છે.

બિલિપત્રએ મહાદેવને પ્રિય હોવાથી તેનો સવિશેષ પૂજનમાં ઉપયોગ થાય છે. ત્યારે જો મહાદેવનું મંદિર જ બિલિપત્રોના વૃક્ષો વચ્ચે જ હોય તો આવું એક મંદિર છે. વઢવાણ તાલુકાના કટુડા ગામના કાંકરિયા તળાવ પાળે આવેલ બિલેશ્વર મહાદેવનું મંદિર છે. અહીં 111 બિલ્વવૃક્ષોના વચ્ચે મહાદેવનું મંદિર આવેલ છે. સુરેન્દ્રનગર જિલ્લામાં મહાદેવજી વિશાળ 111 બિલ્વપત્ર વૃક્ષો નીચે બિરાજતા હોય તેવું આ એક જ સ્થાન હશે. આ અંગે રાજભા ઝાલા, મનુભા ઝાલા, સજુભા ઝાલા, ઓમદેવસિંહ ઝાલા, સિધ્ધરાજસિંહ ઝાલા, શક્તિસિંહ ઝાલા સહિતનાએ જણાવ્યું કે, મંદિરની સ્થાપના 8 વર્ષ પહેલા કરાતા કટુડાના યુવાનો અને ગ્રામજનોએ મળીને આ સ્થળે મંદિર બનાવાયું છે.

અહીં નવગ્રહો, માર્કંડેય તથા દુર્વાસા ઋષિની પ્રતિમાની સ્થાપના કરાઇ છે. અહીં શ્રાવણમાસ દરમિયાન દરરોજ 4 સમય આરતી દીપમાળ તથા દરરોજ 1 હજાર પાર્થેશ્વર અને વિશાળ નંદી બનાવી પૂજન કરાતા કટુડા, લટુડા, ચમારજ, પ્રાણગઢ સહિત આસપાસના ગ્રામજનો દર્શન લાભ લે છે.

દરેક વૃક્ષરૂપી જીવની સુરક્ષા માટે શિવની સ્થાપના
કટુડા ગામે કાંકરિયા તળાવ પાસે વિશાળ 111 બિલ્વપત્રોના વૃક્ષોના સાનિધ્યમાં અર્ધનારેશ્વરની મૂર્તિ તથા શિવલિંગ મંદિરે સ્થાપિત કરાયું છે.આ બિલ્વપત્રો વૃક્ષ નીચે કઠિયારાની વાર્તાની જેમાં કઠિયારો બિલિપત્રો તોડી નીચે નાખતા શિવલિંગ પર પડતા હતા તેમાંથી પ્રેરણા લઇ દરેક બિલિપત્ર જે વૃક્ષ પરથી ખરે તે નીચે શિવલિંગ પર પડે તે રીતે સુખદેવસિંહ ઝાલા દ્વારા તેમના પિતાની પુણ્યતિથિના રોજથી શરૂ કરી ભગીરથભાઇ રાવલની મદદથી બિલ્વવૃક્ષ વાવી નીચે શિવલિંગની સ્થાપના કરાઈ છે.> દિલિપસિંહ ઝાલા, કટુડા ગામ

અન્ય સમાચારો પણ છે...