તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:દેશળ ભગતની વાવ પાસે ટ્રક અડફેટે બાઇકચાલકનું મોત

સુરેન્દ્રનગર8 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • રંગાટીનું કામ કરતો યુવક મોલ પાસેથી પસાર થઈ રહ્યો હતો

સુરેન્દ્રનગરમાં રહેતો યુવક બાઇક લઇને દેશળ ભગતની વાવ પાસે મોલ નજીક પસાર થઇ રહ્યો હતો. ત્યારે પૂરઝડપે આવી રહેલા ટ્રકચાલકે બાઇકને અડફેટે લેતા યુવાનનું મોત થયુ હતુ. સુરેન્દ્રનગર -વઢવાણ શહેરી તેમજ ગ્રામ્ય પંથકના માર્ગો પર વાહનઅડફેટે મોત થવાના બનાવો વધી રહ્યા છે. ત્યારે સુરેન્દ્રનગર 80 ફૂટ રોડ ઘર હો તો ઐસા વિસ્તારમાં રહેતા અને રગાટીનું કામ કરીને ભગીરથસિંહ નટુભા ચૌહાણ પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે.

આ દરમિયાન ભગીરથસિંહ બાઇક લઇને શહેરની દેશળ ભગતની વાવ પાસે મોલ નજીક પસાર થઇ રહ્યા હતા. ત્યારે પૂરઝડપે બેફિકરાઇથી ટ્રક ચલાવી ટ્રકચાલકે બાઇક સાથે અકસ્માત કર્યો હતો. જેમાં ભગીરથસિંહને ગંભીર ઇજાઓ પહોંચતા મોત થયુ હતુ.

આ બનાવ અંગે મૃતકના ભાઈ ધર્મેન્દ્રસિંહ નટુભા ચોહાણે ટ્રકચાલક ધીરૂભાઈ મથુરભાઈ ડાભી સામે બી-ડિવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ પોલીસ હેડકોન્સ્ટેબલ ગણપતભાઈ બી.દેવથળા ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો