સુરેન્દ્રનગર જિલ્લામાં ઉનાળાની શરૂઆત થતાની સાથે જ વાહનોમાં પણ હાલમાં ગરમ થવાથી અવારનવાર આગ લાગવાની ઘટનાઓ સામે આવે છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના વિરેન્દ્રગઢ ગામ પાસે બાઈક લઈને જતા બાઇક સવાર દુકાન પાસે મસાલો ખરીદ કરી રહ્યા હતા. ત્યારે તેમનું બાઇક અચાનક ભડભડ સળગી ઉઠતા અફરાતફરી મચી હતી. ગરમીના કારણે બાઈક ગરમ થઈ ગયું હોવાના કારણે આગ ફાટી નીકળી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
જાણવા મળતી વિગતો અનુસાર ધાંગધ્રા તાલુકાના વિરેન્દ્રગઢ ગામ પાસે સામતપર ગામના રહેવાસી સાવનભાઈ રસિકભાઈ નામના વ્યક્તિ પોતાનું બાઈક લઇ અને પસાર થઈ રહ્યા હતા. ત્યારે મસાલો લેવા માટે ઉતર્યા ત્યારે અચાનક તેમના બાઈકમાં આગ લાગી હતી. ગરમીના કારણે બાઈક ગરમ થવાથી અને પેટ્રોલ લીક થવાના કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.