સાઇકલ સ્પર્ધા:ગાંધી જયંતિ નિમિતે ધ્રાંગધ્રા રોટરી ક્લબ અને ઇનરવ્હીલ ક્લબ દ્વારા સાઇકલ સ્પર્ધાનું આયોજન કરાયું

સુરેન્દ્રનગર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આ સાઇકલ સ્પર્ધામાં આ કુલ 85 ભાઈ-બહેનોએ ભાગ લીધો

આજે 152મી ગાંધી જયંતિ નિમિતે સાઇકલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતુ. ધ્રાંગધ્રા રોટરી કલબ અને ઇનરવ્હીલ કલબ દ્વારા એક સાઇકલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં 16 વર્ષથી મોટી ઉંમરના ભાઈઓ અને બહેનો આ સાઇકલ સ્પર્ધામાં આ કુલ 85 ભાઈ-બહેનોએ ભાગ લીધો હતો.

આજે સમગ્ર દેશમાં મહાત્મા ગાંધીની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ધ્રાંગધ્રા રોટરી કલબ અને ઇનરવ્હીલ કલબ દ્વારા એક સાઇકલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાઈઓ અને બહેનોની અલગ કેટેગરીમાં આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.16 વર્ષથી મોટી ઉંમરના ભાઈઓ અને બહેનો આ સાઇકલ સ્પર્ધામાં આ કુલ 85 ભાઈ-બહેનોએ ભાગ લીધો હતો. જેમાં બહેનો માટે 13 કિલોમીટર અને ભાઈઓ માટે 20 કિલોમીટરનું અંતર કાપવાની સ્પર્ધા રાખવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં ઈનામ વિતરણ કાર્યક્રમમાં ભાજપના આગેવાન આઈ.કે.જાડેજા તેમજ ધારાસભ્ય પુરસોત્તમ સાબરીયા સહિત ભાજપના આગેવાનો તેમજ રોટરી ક્લબ અને ઇનર વ્હીલ કલબના સભ્યો હાજર રહ્યાં હતાં. પ્રથમ નંબરે આવનારા બહેન અને ભાઈને ઇનામ સ્વરૂપે સાઇકલ આપવામાં આવી હતી જ્યારે બીજા અને ત્રીજા નંબરે આવનારાને રોકડ રકમ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા જ્યારે સ્પર્ધામાં ભાગ લેનારા તમામ સ્પર્ધકોને ભાગ લેવા બદલ પ્રમાણપત્ર આપવામા આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...