તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફરિયાદ:ભીમરાવનગર, ગણપતિફાટકનો મુખ્ય રસ્તો અધૂરો બન્યાની રાવ

સુરેન્દ્રનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 700 મીટર સામે 200 મીટર જ રસ્તો બનતાં મુશ્કેલી
  • વઢવાણના રહીશોએ રસ્તા અને ગંદાં પાણી અંગે જિલ્લા કલેકટર અને સંયુક્ત પાલિકાને રજૂઆત કરી

વઢવાણ ભીમરાવનગર, ગણપતિ ફાટસર વિસતારમાં મુખ્ય રસ્તો અધુરો બન્યાની રાવ સાથે લેખિતમાં કલેકટર અને સંયુક્ત પાલિકાને રજૂઆત કરવામાં આવી હતી. વઢવાણ ભીમરાવનગર, ગણપતિ ફાટસરના વિસ્તારોમાં રસ્તા બાબતે તેમજ કેનાલના ગંદા પાણી અંગે વાઘેલા વિશાલભાઈ, રાઠોડ સુનિલભાઈ સહિતના રહીશોએ જિલ્લા કલેકટર તેમજ સંયુકત પાલિકાને લેખિત રજૂઆત કરી. જેમાં જણાવાયા મુજબ 5 હજારની વસ્તી ધરાવતા આ વિસ્તારમાં સતત ગંદુ પાણી ભર્યું રહે છે.

1 કિમી સુધી કોઇ પાકો રસ્તો ન હોવાના કારણે અને જે મુખ્ય રસ્તો છે ત્યા કેનાલનું પાણી ફરી વળે છે. જેથી આપાતકાલમાં દર્દિને અહીથી હોસ્પિટલ લાવવા કે લઇ જવું અશક્ય બને છે. આથી આ વિસ્તારમાં આવેલી ખેત કેનાલને પાઇપ વડે યોગ્ય નિકાલ કરવા જણાવ્યું હતું તેમજ 700 મીટર રોડની સામે ફક્ત 200 મીટરનો જ રોડ બનાવવામાં આવ્યો છે.

આ અંગે પાલિકાના એન્જિનિયર કે.જી.હેરમાએ જણાવ્યું કે, વઢવાણ પાલિકાના સમયમાં આ 200 મીટરનો રોડ બન્યો હતો. બાકીના રોડનું નવા આયોજનમાં સમાવેશ કરીને આ વિસ્તારમાં સુવિધા પુરી પાડવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...