આયોજન:પાસીંગ વોલી બોલ ટુર્નામેન્ટમાં ભાવનગર ટીમ વિજેતા,ધ્રાંગધ્રા ટીમ રનર્સ અપ

સુરેન્દ્રનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ધ્રાંગધ્રાના યંગસ્ટાર સ્પોર્ટસ ક્લબના ધ્રાંગધ્રા નગરપાલિકા પુર્વ પ્રમુખ દિલિપસિંહ ગંભીરસિંહ ઝાલાના સ્મરણાર્થે સ્પોર્ટસ ક્લબના ગ્રાઉન્ડમાં પાસીંગ વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન કરાયુ હતુ. જેમાં આઠ ટીમોએ ભાગ લેતા ફાઇનલમાં ધ્રાંગધ્રા અને ભાવનગર ટીમ પહોંચી હતી. જેમાં ભારે રસાકસી બાદ 3-2 ભાવનગરની ટીમ વિજેતા બની હતી. આથી વિજેતા અને રનર્સઅપ ટીમને ટ્રોફિ અને મોમેન્ટો આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ ધીરૂભા પઢીયાર, કનુભા જાડેજા, કિરીટસિંહ જાડેજા સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...