જનસંવેદના યાત્રા:ભારતીય જનતા પાર્ટીની જનસંવેદના યાત્રા ચોટીલા પહોંચી, ધારાસભ્ય સહિત ભાજપની ટીમે ચામુંડા માતાજીના ચરણે શીશ ઝુકાવ્યા

સુરેન્દ્રનગર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાજ્યકક્ષાના મંત્રી સહિત વઢવાણ ધારાસભ્ય સહિત ભાજપની ટીમે ચામુંડા માતાજીના ચરણે શીશ ઝુકાવ્યા

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલામાં ભારતીય જનતા પાર્ટીની જનસંવેદના યાત્રા આવી પહોંચી હતી. રાજ્યકક્ષાના મંત્રી સહિત વઢવાણ ધારાસભ્ય સહિત ભાજપની ટીમે ચામુંડા માતાજીના ચરણે શીશ ઝુકાવ્યા હતા.

સમગ્ર ગુજરાતભરમાં ભારતીય જનતા પાર્ટીના આદેશ અનુસાર દરેક જિલ્લા,તાલુકા મથકે નવા શપથ ગ્રહણ કરનારા પોતાના પ્રભારી ક્ષેત્રમાં જઈને મંત્રીઓ દ્વારા જનસંવેદના યાત્રા નો શુભારંભ કરવામાં આવ્યો છે ત્યારે ચોટીલામાં જિલ્લાના પ્રભારી અને રાજયકક્ષાના મંત્રી અને સહિત વઢવાણ ધારાસભ્ય સહિત જિલ્લા તેમજ તાલુકા ભાજપ હોદ્દેદારોની હાજરીમાં જનસંવેદના યાત્રા આવી પહોંચી હતી અને ચોટીલા ચામુંડા માતાજી મંદિરે શીશ ઝુકાવીને આશીર્વાદ લીધા હતા.

સુરેન્દ્રનગરમાં આવેલી ગાંધી હોસ્પિટલ ખાતે જનસનવેદના યાત્રાનું ગુજરાતના નવા શપથ ગ્રહણ કરનારા અને જિલ્લાના પ્રભારી રાજયકક્ષાના મંત્રી દેવાભાઈ માલમ,વઢવાણ ધારાસભ્ય ધનજીભાઈ પટેલ,જીલા ભાજપના જગદીસભાઈ મકવાણા, સુરેશભાઈ ધરેજીયા સહિત ચોટીલા ભાજપના હોદેદારો સહિતના ચોટીલા ચામુંડા માતાજીના દર્શન કરીને સંતો મહંતો તેમજ લોકોની ઉપસ્તીથીમાં આશીર્વાદ મેળવી ચોટીલા તેમજ તાલુકા ભાજપના હોદેદારો વિવિધ પ્રકારની મોમેન્ટો આપીને ફુલહારથી સ્વાગત કરીને આ જનસંવેદના યાત્રાને વધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...