તસ્કરી:સુરેન્દ્રનગરની કેનેરા બેંકના ATMમાંથી બરમુડા ગેંગ રૂ.10 હજાર ચોરી ગયા

સુરેન્દ્રનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • બસ સ્ટેન્ડ રોડ પર આવેલી હોટલ પાસેના ATMમાં ઘટના બની

સુરેન્દ્રનગર બસ સ્ટેન્ડ રોડ પર આવેલી હોટલની બાજુમાં જ કેનેરા બેંકના એટીએમમાંથી બરમુડા ગેંગે ડુપ્લિકેટ ચાવીથી ચોરીને અંજામ આપ્યો હતો. એટીએમમાંથી રૂ. 10 હજારની રોકડની ચોરી થયાની 3 અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાઇ હતી. સુરેન્દ્રનગરની કેનેરા બેંકની શાખાનું એટીએમ મશીન બસ સ્ટેન્ડ રોડ પર આવેલી હોટલની બાજુમાં છે. બેંકના ઇન્ચાર્જ મેનેજર નરેન્દ્રકુમાર પરમારે ફરિયાદ નોંધાવી હતી કે 23 સપ્ટેમ્બરે સવારે 11.30 કલાકે 2 શખ્સો જેઓએ બરમુડા, પહેરેલા હતાં. આ શખ્સોએ કેનેરા બેંકના એટીએમ મશીન ડુપ્લીકેટ ચાવી વડે ખોલ્યુ હતુ. બાદ એટીએમ હેક કરી એટીએમમાંથી રૂ. 10,000ની ચોરી લઇ ગયા હતા.

ચોરીમાં ATM કાર્ડનો ઉપયોગ કર્યો
મોટા ભાગે એટીએમ મશીનમાં અંદાજે ત્રણ ભાગ આવે છે. ત્યારે ચોર શખ્સોએ આ ચોરીમાં ડુપ્લીકેટ ચાવીથી સૌપ્રથમ એટીએમ મશીનનું ઉપરનું ખાનુ ખોલ્યુ હતુ. ત્યારબાદ શખ્સોએ એટીએમને હેક કર્યુ ત્યારબાદ પોતાની પાસે રહેલા એટીએમ કાર્ડ નાંખીને કોઇના ખાતામાંથી નહી પરંતુ સીધા જ બેંકના ખાતામાં જ રૂ. 10,000ની ચોરી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...