તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દિવાળી બોનસ:સુરેન્દ્રનગર પાલિકાના કર્મીઓને છઠ્ઠા પગાર પંચના તફાવતનો લાભ

સુરેન્દ્રનગર5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • 208 કર્મચારીઓને રૂ.1.59 કરોડથી વધુ ચૂકવાયા,
 • સફાઇ કામદારોને પણ દિવાળી બોનસની ચુકવણી કરાઇ

સુરેન્દ્રનગર દૂધરેજ વઢવાણ સંયુક્ત પાલિકામાં ફરજ બજાવતા કાયમી કર્મચારીઓને છઠ્ઠા પગાર પંચના તફાવત પેટે ચૂકવવાની થતી રકમ દિવાળી પહેલા પાલિકા તંત્ર દ્વારા ચૂકવવામાં આવી હતી. જેમાં 82 નિવૃત એ 126 કાયમી કર્મચારીઓ સહીત કુલ 208 કર્મચારીઓને 1.59 કરોડ રૂપિયાની ચૂકવણી તેમજ સફાઇ કામદારોને પણ બોનસની ચૂકવણી કરવામાં આવતા કર્મચારીઓની દિવાળી સુધરી ગઇ હતી.

સુરેન્દ્રનગર દૂધરેજ વઢવાણ પાલિકમાં ફરજ બજાવતા કર્મચારીઓને છઠ્ઠા પગાર પંચ મુજબ 2012 થી 2015 સુધીના તફાવતની રકમ ચૂકવવાની બાકી હતી. ત્યારે હાલ દિવાળીના સમયે કર્મચારીઓને ખરેખર રૂપિયાની તાતી જરૂરીયાત હતી તેવા સમયે જ પ્રાંત અધિકારી અનિલકુમાર ગોસ્વામી અને ચીફ ઓફીસર સંજયભાઇ પંડ્યા દ્વારા કર્મચારીઓને તફાવતની રકમ ચૂકવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જેમાં 82 નિવૃત કર્મચારીઓ તેમજ 126 કાયમી કર્મચારીઓ સહીત કુલ 208 કર્મચારીઓને કુલ રૂપિયા 1,59,01,000 ચૂકવી પાલિકા તંત્ર દ્વારા કર્મચારીઓે દિવાળીની ભેટ આપવામાં આવી હતી. જેમાં એક કર્મચારીને સરેરાશ 40 હજારથી લઇ 1 લાખ સુધીની રકમ ચૂકવવામાં આવી હતી. આ ઉપરાંત કાયમી સફાઇ કર્મચારીઓ અને રોજમદાર કર્મચારીઓને પણ બોનસની રકમ દિવાળી પહેલા ચૂકવી દેવાઇ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો