આયોજન:ત્રિનેત્રેશ્વર મંદિરના તળાવનું બ્યુટિફિકેશન કરાશે: મુખ્યમંત્રી

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
તરણેતર ગામે આયોજીત ગ્રામીણ ઓલમ્પીકમાં રસ્સાખેંચમાં યુવાનોએ દમખમ દર્શાવ્યુ હતુ. - Divya Bhaskar
તરણેતર ગામે આયોજીત ગ્રામીણ ઓલમ્પીકમાં રસ્સાખેંચમાં યુવાનોએ દમખમ દર્શાવ્યુ હતુ.
  • મુખ્યમંત્રીએ મહાદેવજીનાં દર્શન કરીને જાહેરસભા યોજી: ઋષિ પાંચમે ભાવિકોએ કુંડમાં સ્નાન કર્યું

ઝાલાવાડની આગવી ઓળખ સમાન તરણેતરિયા મેળામાં ગુરુવારને ઋષિ પાંચમના દિવસે હૈયે હૈયું દળાય એટલું માનવ મહેરામણ ઊમટી પડ્યું હતું. મેળામાં ખાસ ઉપસ્થિત રહેલા ગુજરાતના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે દાદાની પૂજા અર્ચના કરીને મેળાની રંગતો જોઇ હતી. સીએમએ તરણેતરના મંદિરમાં આવેલા તળાવનો બ્યુટિફિકેશન તરીકે વિકાસ કરવાની જાહેરાત કરી હતી.

સીએમએ જણાવ્યું કે આખી દુનિયામાં ગ્રામીણ વિશ્વ કક્ષાનો મેળો એ એક માત્ર આ તરણેતર ગામમાં યોજાતો હોવાનું જણાવીને ગુજરાતમાં યોજાતા અન્ય મેળાઓ વિશે પણ વાતો કરી હતી. પોતાના વક્તવ્યમાં તેમણે ગુજરાતમાં થયેલા વિકાસના ગાણા ગાયા હતા. તો આધુનિક સમયમાં મેળાઓ સમાજને એક ભારત, શ્રેષ્ઠ ભારતની ભાવનાને મજબૂત કરવા માટે મહત્ત્વના છે.

મેળા થકી જ આવનારી પેઢીમાં સામાજિક સમરસતાની ભાવનાનો ઉદય થાય છે. અને આથી જ આવા મેળાઓનો વિકાસ કરવો તે ખૂબ જરૂરી બની ગયો છે. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી ડો.મહેન્દ્ર મુંજપરા, મંત્રી કિરીટસિંહ રાણા, બ્રિજેશભાઇ મેરજા, દેવાભાઇ માલમ, જિલ્લા ભાજપ પ્રમુખ જગદીશભાઇ મકવાણા, મહામંત્રી ડો.અનિરૂધ્ધસિંહ પઢિયાર, હિતેન્દ્રસિંહ ચૌહાણ, જયેશભાઇ પટેલ, વિજયભાઇ ભગત, તરણેતરના સરપંચ અજુભા રાણા, થાન પાલિકા પ્રમુખ લીનાબેન ડોડિયા, કાનભા ભગત, જીતુભાઇ પૂજારા સહિતના આગેવાનો ખાસ હાજર રહ્યા હતા.

આજે પૂર્ણાહુતિ
મેળાનો આરંભ ત્રીજના દિવસથી થઇ ગયો હતો. ઋષિ પાંચામના દિવસે પરંપરાગત રીતે મેળાની રંગત જામતી હોય છે. આ દિવસે લાખોની સંખ્યા લોકો ઊમટી પડ્યા હતા. આજે મેળાની પૂર્ણાહુતિ થશે.

કોંગી કાર્યકરો કાળા ફુગ્ગા ઊડાવવાની અફવાથી દોડધામ
મુખ્ય મંત્રી આવવાના હોય કાર્યક્રમમાં કોંગ્રેસના આગેવાનો વિરોધ કરવાના હોવાની હકીકતને આધારે પોલીસ દોડતી થઇ ગઇ હતી. મુખ્ય મંત્રીના આગમન સમયે કાળા રંગના ફુગ્ગા ઊડાવવાની અફવા ફેલાઇ હતી. પોલીસે મેળાની તમામ જગ્યાઓએ ટીમો કામે લગાવી હતી.

અન્ય સમાચારો પણ છે...