તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ન્યાય અપાવવાના નામે અન્યાય:સુરેન્દ્રનગરમાં વકીલ બન્યો હેવાન, સગીરાને જુબાની શીખવવાના બહાને બોલાવી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્યુ આચર્યું

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
સુરેન્દ્રનગરમાં વકીલ બન્યો હેવાન, સગીરાને જુબાની શીખવવાના બહાને બોલાવી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્યુ આચર્યું
  • સગીરાના પરિવારજનો દ્વારા વકીલ સામે પોલીસ ફરિયાદ નોંધાવવામા આવી
  • પોલીસે વકીલની શોધખોળ હાથ ધરી

સુરેન્દ્રનગરમાં એક વકીલે 10 વર્ષીય સગીરાને જુબાની કેમ આપવી તે શીખવવાના બહાને પોતાની ઓફિસ પર બોલાવી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરતા ચકચાર મચી છે. સગીરાના પરિવારજનો દ્વારા વકીલ સામે ફરિયાદ નોંધાવાત પોલીસે ગુનો નોંધી વકીલની શોધખોળ હાથ ધરી છે.

સુરેન્દ્રનગરના આશીર્વાદ કોમ્પલેક્સમાં ઓફિસ ધરાવતા નરેન્દ્રસિંહ પારધી નામના વકીલે એક સગીરાને જુબાની શીખવવા માટે પોતાની ઓફિસ પર બોલાવી હતી. આ સમયે જ વકીલે સગીરા સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હોવાનું સામે આવ્યું છે. સગીરા દ્વારા તેના પરિવારજનોને વાત જણાવતા જ પરિવારજનો દ્વારા સુરેન્દ્રનગર સિટી પોલીસ સ્ટેશનમાં વકીલ સામે પોલીસ ફરિયાદ નોંધાવવામા આવી છે.

જે વકીલનું કામ લોકોને ન્યાય અપાવવનું છે તેના દ્વારા જ અધમ કૃત્ય આચરવામા આવતા વકીલ પર ફિટકાર વરસી રહ્યો છે. પોલીસ દ્વારા ગુનો નોંધી વકીલની શોધખોળ હાથ ધરવામા આવી છે.

અન્ય સમાચારો પણ છે...