રજૂઆત:પાલિકામાં સમાવેશ બાદ હજુ પણ પ્રાથમિક સુવિધના મળી નથી; રહીશો

સુરેન્દ્રનગર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
દૂધરેજ ગ્રામજનોએ પાલિકા કચેરીએ પ્રાથમિક સુવિધાઓ અંગે રજૂઆત કરી હતી. - Divya Bhaskar
દૂધરેજ ગ્રામજનોએ પાલિકા કચેરીએ પ્રાથમિક સુવિધાઓ અંગે રજૂઆત કરી હતી.
  • દૂધરેજના ગ્રામજનોએ પાલિકા કચેરીમાં રજૂઆત કરી

સુરેન્દ્રનગર-દૂધરેજ-વઢવાણ સંયુક્ત પાલિકા કચેરીએ દૂધરેજ ગ્રામજનો રજૂઆત કરવા આવ્યા હતા. જેમાં 28 વર્ષથી ગામમાં પ્રાથમિક સુવિધાનો અભાવ હોવાનું જણાવ્યું હતું. જેમાં રસ્તા, ગટર પાણી સહિત સમસ્યા નિરાકરણ લાવવા માગ કરી હતી.દૂધરેજ ગામમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ હોવાથી લોકો પરેશાન થઇ રહ્યા હતા.આથી ગામના વિનોદભાઇ મકવાણા,ધીરજભાઇ રાઠોડ, સુરેશભાઇ પનારા સહિત રહીશો પાલિકા કચેરીએ બેનરો સાથે રજૂઆત કરી હતી.

જેમાં જણાવ્યા મુજબ દૂધરેજની 1994માં સુરેન્દ્રનગર પાલિકામાં સમાવેશ થયો છે પરંતુ 28 વર્ષ બાદ પણ પ્રાથમિક સુવિધા મળતી નથી. જેમાં ગામમાં ખુલ્લી ગટરો, નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવા, ભૂગર્ભ ગટરની કામગીરી અધૂરી, પાણીની લાઇન અમુક વિસ્તારમાં બાકી અને જૂની લીકેજ તથા બિસમાર રસ્તા અંગે રજૂઆત કરી હતી. આ ઉપરાંત ગામમાં શૌચાલય,સ્નાનઘાટ, તળાવ રિવરફ્રન્ટ, અર્બન હેલ્થ સેન્ટર, સીટી બસ, સિનિયર સિટિઝન મટે બેઠક વ્યવસ્થા માટે માગ કરી હતી.

જ્યારે ગામને પ્રોપર્ટી કાર્ડ ન મળ્યું હોવાથી અન્ય લાભોથી વંચિત હોવાનું જણાવ્યું હતું. લોકોની રજૂઆત બાદ પાલિકા પ્રમુખ વિરેન્દ્રભાઇ આચાર્યએ પાણીની સમસ્યા દૂર કરવા સમિતી ચેરમેન અને અધિકારીને રૂબરૂ જઇ સમસ્યા હલ કરવા જાણ કરી હતી.જ્યારે ગામના તળાવનું પણ બ્યુટિફિકેશમાં બેઠક વ્યવસ્થા સહિત બનશેનું જણાવ્યું હતું. જ્યારે ભૂગર્ભ ગટરની સમસ્યાનું નિરાકરણ લાવવા આશ્વાસન આપ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...