સૂકાભઠ્ઠ ગણાતા રણકાંઠા વિસ્તારમાં ભરઉનાળે જળસંકટ ઊભુ થયુ છે. એક બાજુ સિંચાઇ ખાતા હસ્તકના રણાસર તળાવમાં તળીયા દેખાવાની સાથે ગેરકાયદેસર વાવેતર પણ કરવામાં આવી રહ્યું છે. બીજી બાજુ પાટડીના ગામ તળાવમાં પણ સમ ખાવા પુરતું માંડ 25% પાણી જ બચ્યું છે. નર્મદા કેનાલો પણ સૂકીભઠ્ઠ થતાં ખેડૂતોને અને પીવાના પાણીના અભાવે રણકાંઠા વાસીઓની હાલત અત્યંત દયનીય બનવા પામી છે. આથી આ બંને તળાવો નર્મદા નીરથી ભરવા વ્યાપક માંગ ઉઠવા પામી છે.
સૂકાભઠ્ઠ રણકાંઠા વિસ્તારમાં અન્ય વિસ્તારો કરતા વરસાદ પ્રમાણમાં ઓછો પડે છે. એમાંય હાલમાં રણકાંઠામાં એકબાજુ કાળઝાળ ગરમી અને બીજી બાજુ સરકાર દ્વારા નર્મદા કેનાલનું પાણી સદંતર બંધ કરાતાં સૂકાભઠ્ઠ ગણાતા રણકાંઠા વિસ્તારમાં જળ સંકટ ઘેરાયું છે. પાટડીમાં આવેલા સિંચાઇ ખાતા હસ્તકના રણાસર તળાવના તળીયા દેખાવા લાગ્યા છે. તંત્રની મીઠી રહેમ નજર હેઠળ આ તળીયા ઝાટક રણાસર તળાવની અંદર જ ગેરકાયદેસર વાવેતર કરવામાં આવેલું છે. જ્યારે પાટડી ગામ તળાવમાં પણ માંડ સમ ખાવા પુરતું 25% પાણી જ બચ્યું છે. આ ગામ તળાવમાંથી પણ અસામાજીક તત્વો દ્વારા એન્જીનો અને મશીનો મુકી તંત્રની મીઠી રહેમ નજર હેઠળ પાણીની બેફામપણે ચોરી કરવામાં આવે છે.
બીજી બાજુ રણકાંઠામાંથી પસાર થતી મોટા ભાગની કેનાલો સૂકીભઠ્ઠ અને ખાલીખમ હોવાથી અને બીજી બાજુ વરસાદ ખેંચાતા જગતનો તાત ચિંતાતુર બન્યો છે. જ્યારે પીવાના પાણીના અભાવે રણકાંઠાના કેટલાક ગામોમાં તો આજેય ટેન્કર રાજ છે. આથી આથી પાટડીનું ગામ તળાવ અને સિંચાઇ ખાતાનું રણાસર તળાવ મળી આ બંને તળાવો નર્મદા નીરની ભરવા વ્યાપક માંગ ઉઠવા પામી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.