તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખાતમુહુર્ત:બીએપીએસ સ્વામિનારાયણ મંદિર નવનિર્માણનું ખાત મુહૂર્ત કરાયું

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સુરેન્દ્રનગરના રતનપર બાયપાસ સર્કલે

સુરેન્દ્રનગરના રતનપર બાયપાસ સર્કલે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર નવનિર્માણ અર્થે ખાતમુહુર્તકાર્યક્રમ યોજાયો હતો. બે દિવસ ચાલેલા આ કાર્યક્રમમાં સાળંગપુરથી આવેલા સંતોના હસ્તે મંદિર ખાતમુહુર્ત કરાયું હતું. ત્યારબાદ યોજાયેલ ધાર્મિક કાર્યક્રમોમાં સુરેન્દ્રનગર સહિત વિવિધ સંસ્થાનોના સાધુ સંતો, આગેવાનો અને લોકો જોડાયા હતા..

સુરેન્દ્રનગરમાં 1996ની સાલમાં બ્રહ્મસ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજે સુરેન્દ્રનગર ખાતે શીખરબંધ મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા કરી હતી. થોડાજ વર્ષોમાં સત્સંગનો વિકાસ અને વ્યાપ વધતા મોટા મંદિરની જરૂરીયાત જણાઇ હતી .જેથી બીએપીએસ સંસ્થાના વડા પ્રગટ બ્રહ્મ સ્વરૂપ મહંત સ્વામી મહારાજની સંમતિ આપતા નૂતન મંદિર નિર્માણ કાર્યક્રમનું કાર્ય આરંભાયું હતું.આથી ધર્મચિંતન સ્વામી (કોઠારી સ્વામી) તેમજ બીએપીએસ સુરેન્દ્રનગરના સંતોના માર્ગદર્શનમાં મંદિર સંકુલ ખાતમુહુર્ત કાર્યક્રમનું આયોજન કરાયું હતું. 29-8-21ના રોજ રવિવારે સાળંગપુર ધામથી સંસ્થાના વરિષ્ટ સંત જ્ઞાનેશ્વર સ્વામી તથા નારાયણમુનિ સ્વામી પધારતા તેમના હસ્તે ખાતમુહુર્તની વિધિ સંપન્ન કરાઇ હતી.

આ પ્રસંગે સુરેન્દ્રનગરમાં રાજ્યના વિવિધ બીએપીએસ સ્વામિનારાયણ મંદિરો અને સંસ્થાનોથી સંતો પધાર્યા હતા. સુરેન્દ્રગર ધ્રાંગધ્રા શહેર તથા ગ્રામ્ય વિસ્તારના સહિત જિલ્લાભરના શ્રધ્ધાળુઓએ પણ સંતોના સાનિધ્યમાં મંદિરે દર્શનનો લાભ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...