અભિયાન:BAPSના બાળક-બાલિકા 50,000 લોકોનો સંપર્ક કરશે, 31મેના રોજ ‘નો ટેબેકો-ડે’ નિમિત્તે સુરેન્દ્રનગરના રાજમાર્ગો પર રેલીનું આયોજન

સુરેન્દ્રનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
જિલ્લામાં પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી નિમિત્તે બાળકો દ્વારા વ્યસનમુક્તિ-પ્રકૃતિ સવર્ધન અભિયાન બાલ-બાલિકાઓએ લોકોનો સંપર્ક કર્યો હતો. - Divya Bhaskar
જિલ્લામાં પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી નિમિત્તે બાળકો દ્વારા વ્યસનમુક્તિ-પ્રકૃતિ સવર્ધન અભિયાન બાલ-બાલિકાઓએ લોકોનો સંપર્ક કર્યો હતો.
  • પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી નિમિત્તે બાળકો દ્વારા વ્યસનમુક્તિ-પ્રકૃતિ સવર્ધન અભિયાન

સુરેન્દ્રનગર બીએએસપી નવા જંક્શન સ્વામિનારાયણ મંદિર દ્વારા આ વર્ષે પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી નિમિત્તે સમગ્ર સુરેન્દ્રનગર, ધ્રાંગધ્રા તેમજ વઢવાણ સિટી, બાકરથળી, ભદ્રેશી, ચમારજ, પ્રાણગઢ, રાજપર, જોરાવરનગર, દેપાડાવાડ,રતનપર, મેમકા, માળોદ, ખોલડીયાદ વગેરે શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વ્યસનમુક્તિ સાથે વિવિધ પ્રકારનું અભિયાન હાથ ધરાયું છે. શહેર, ગ્રામ્યના મંડળો તેમજ બાળકો દ્વારા વિરાટ વ્યસન મુક્તિ અભિયાન શરૂ થયું છે. ત્યારે તા. 8થી 30મે સુધીના અભિયાન અંતર્ગત અત્યાર સુધીમાં બાળકોએ 12,000 તેમજ બાલિકાઓએ 15,000 લોકોનો સંપર્ક કર્યો હતો.

કોઠારી ધર્મચિંતનસ્વામી તથા બાળપ્રવૃત્તિ સંત નિર્દેશક નિત્યમંગલસ્વામીના માર્ગદર્શક હેઠળ મિહીરભાઈ લાવરી, મનિષભાઈ પટેલ, મનોજભાઈ ગોહિલ તથા સુરેન્દ્રનગર બીએએસપી સંસ્થાના 100 બાળકો અને 175 બાલિકાઓ, કાર્યવર્કરોની ટીમ આ અભિયાનમાં જોડાયા છે. સમગ્ર દેશમાં બીએપીએસ સંસ્થાના 30,000થી પણ વધુ બાલ-બાલિકા થઇ વ્યસનમુક્તિ અભિયાન અને પ્રકૃતિ સંવર્ધન અભિયાનમાં જોડાયા છે.

તા. 8થી 30 મે સુધીમાં સમગ્ર દેશમાં 30 લાખથી વધુ લોકોનો સંપર્ક કરી લોકોને વ્યસનમુક્ત થવાની વાત કરશે. અને બાલિકાઓ પણ પાણી બચાવો, વીજળી બચાવો તથા વૃક્ષો વાવોની વાત કરી પ્રેરણા આપશે. પ્રમુખ સ્વામી મહારાજ પણ પોતાના જીવન દરમિયાન 50 લાખથી વધુ લોકોને વ્યસનમુક્ત રહેવાની પ્રેરણા આપી હતી. સાથે સાથે આ બાળકો દ્વારા 31મેના રોજ ‘નો ટેબેકો-ડે’ નિમિત્તે સુરેન્દ્રનગર શહેરના રાજમાર્ગો પર વિરાટ રેલીનું આયોજન પણ કરાયું છે.

અન્ય સમાચારો પણ છે...