જૂથવાદ:હળવદમાં યોજાનારી જન આશીર્વાદ યાત્રા પૂર્વે વિસ્તારમાં લગાવાયેલા બેનર ફાડી નખાયા, સ્થાનિક નેતાઓના ચહેરાવાળો જ ભાગ દૂર કરાતા આશ્ચર્ય

સુરેન્દ્રનગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
હળવદમાં યોજાનારી જન આશીર્વાદ યાત્રા પૂર્વે વિસ્તારમાં લગાવાયેલા બેનર ફાડી નખાયા, સ્થાનિક નેતાઓના ચહેરાવાળો જ ભાગ દૂર કરાતા આશ્ચર્ય - Divya Bhaskar
હળવદમાં યોજાનારી જન આશીર્વાદ યાત્રા પૂર્વે વિસ્તારમાં લગાવાયેલા બેનર ફાડી નખાયા, સ્થાનિક નેતાઓના ચહેરાવાળો જ ભાગ દૂર કરાતા આશ્ચર્ય
  • આંતરિક જૂથવાદના કારણે આ ઘટના બની હોવાની ચર્ચા

નવનિયુક્ત કેન્દ્રીય મંત્રી ડો. મહેન્દ્રભાઈ મુજપરા જન આશીર્વાદ યાત્રા લઈને હળવદ પહોંચે તે પૂર્વે જ જન આશીર્વાદ યાત્રાને જન આક્રોશનો સામનો કરવો પડ્યો હોય તેવી સ્થિતિમાં જન આશીર્વાદ યાત્રાના બેનરોના લીરે લીરા ઉડતા ભાજપનો આંતરિક જૂથવાદ ઘેરો બનીને સુખપુર ગામે સપાટી ઉપર આવ્યો છે.

હળવદમાં આવતીકાલે નવનિયુક્ત કેન્દ્રીય મંત્રી ડો. મહેન્દ્રભાઈ મુજપરા જન આશીર્વાદ યાત્રા આવનાર હોય તેમના સમર્થકો તેમજ ભાજપના અગ્રણીઓ, કાર્યકરો દ્વારા જન આશીર્વાદ યાત્રાનું સ્વાગત કરવા ઠેર ઠેર બેનર્સ અને હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યા. પરંતુ આ જન આશીર્વાદ યાત્રાને જન આક્રોશનો સામનો કરવો પડ્યો હોવાની સ્થિતિ વચ્ચે સુખપર ગામ નજીક લગાવવામાં આવેલા હોર્ડિંગ્સના કોઈ અજાણ્યા લોકોએ લીરે લીરા કરી નાખ્યા હતા.

વધુમાં જાણવા મળતી વિગતો મુજબ હળવદમાં જન આશીર્વાદ યાત્રાના બેનરો ફાડી નાખવાની જે ઘટના બની છે તેમાં હળવદ હાઇવે ઉપર સુખપર અને શક્તિનગર વચ્ચે ભાજપની જન આશીર્વાદ યાત્રાના કોઈએ બેનરોમાં મંત્રી મૂંઝપરા અને વડાપ્રધાનના ફોટા અકબંધ છે. માત્રને માત્ર સ્થાનિક લોકોના ચહેરાના ફોટા જ ફાડી નાખવામાં આવતા આ ઘટના પાછળ પણ જૂથવાદ કારણભૂત હોવાનું મનાઈ રહ્યું છે.

આમ ભાજપની જન આશીર્વાદ યાત્રા પૂર્વે જ હળવદ પંથકમાં આ બનાવથી ભાજપમાં આંતરિક જૂથવાદ સપાટી પર આવ્યો છે અને આવનાર દિવસોમાં જૂથવાદ વકરે તેવા સંકેતો પણ મળી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...