બીજા દિવસે પણ બેંકો બંધ:બેંક કર્મચારીઓની હડતાળથી 2 દિસમાં 120 કરોડથી વધુના વ્યવહારો અટકીપડ્યા

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બેંકોના ખાનગીકરણના વિરોધમાં રાષ્ટ્રવ્યાપી હડતાલના સમર્થનમાં સતત બીજા દિવસે પણ બેંકો બંધ રહી

બેંકના ખાનગીકરણના વિરોધમાં યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયનના નેજા હેઠળ બે દિવસીય રાષ્ટ્ર વ્યાપી હડતાલના સમર્થનમાં સુરેન્દ્રનગર બેંકો બંધ રહી હતી.જ્યારે 120થી વધુ પીએસયુ બેંકને બીજા દિવસે પણ તાળા મારી 1650થી વધુ કર્મચારીઓ કામથી અળગા રહ્યા હતા.આથી બે દિવસમાં 120 કરોડથી વધુના બેન્કીંગ વ્યવહારો અટકી પડ્યા હતા.જ્યારે લોકોને ઓનલાઇન બેંકીગ અને એટીએમના સહારે રહેવુ પડ્યુ હતુ.

સરકારે બે બેંક અને વીમા કંપનીઓના ખાનગીકરણની કરણની કરેલી જાહેરાત સામે શિયાળુ સંસદ સત્રમાં બીલ લાવવાની તજવીજ હાથ ધરાઇ હોવાનો મત યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન દ્વારા કરાયો છે.જેના વિરોધમાં રાષ્ટ્ર વ્યાપી તા.16 અને 17 ડિસેમ્બરે હડતાલનું આયોજન કરવામાં આવ્યુ હતુ.

જેના સમર્થનમાં ગુજરાત બેંક વર્કર્સ યુનિયને પણ જોડાઇ સુરેન્દ્રનગર જિલ્લાના 9 બેંક એપ્લોયના યુનિયનો પણતેમાં જોડાયા હતા.જેમાં યુનાઇટેડ ફોરમ બેન્ક યુનિયન અને ગુજરાત બેંન્ક વર્કર યુનિયનના 75થી વધુ બેંકોના 1000થી વધુ અધિકારીઓ અને કર્મચારી ઓ તથા એસબીઆઇ એપ્લોય યુનિયનના 45 બ્રાન્ચના 650થી વધુ એમ કુલ 120થી વધુ પીએસયુ બેંકના 1650થી વધુ કર્મીઓ આ હડતાલમાં જોડાયા હતા.આથી પહેલા દિવસે પોતાના બેંકીંગ વ્યવહારો ન થઇ શકતા પરત ફરેલા ગ્રાહકોએ બીજા દિવસે પણ બેંકે તાળા જોઇ વીલા મોએ પરત ફરવાનો વારો આવ્યો હતો.

ઓનલાઇન ટ્રાન્ઝેક્શનના જાણકાર ગ્રાહકોએ પોતાની રીતે નાણા વ્યવહારો કર્યા હતા.જેમાં જિલ્લાભરમાં એવા એટીએમ જેમાં નાણા મુકી અને ઉપાડી શકવાની વ્યવસ્થા છે.તેમાં લોકોએ પોતાના નાણા મુકવાના અને ઉપાડવાના વ્યવહારો સાચવી લીધા હતા. જ્યારે ડિઝિટલ પ્લેટફોર્મનો પણ નાણાકીય વ્યવહારો માટે 2 દિવસ દરમિયાન ઉપયોગ વધી જવા પામ્યો હતો. આમ એટીએમ અને ઓનલાઇન ટ્રાન્ઝેક્શનના વ્યવહારો જોતા 70 કરોડથી વધુના વ્યવહારો બે દિવસમાં ઓનલાઇન થવા પામ્યા હતા.જયારે આજે શનિવારે બેંકો ખુલ્લી રહેવાની હોવાથી ભીડ રહેવાની શક્યતાઓ જણાય છે.

અન્ય સમાચારો પણ છે...