જાહેરાત:બાન્દ્રા-ભાવનગર, સોમનાથની ટ્રેનના સમયમાં આજથી ફેરફાર, જોરાવનગર સ્ટેશને સવારે-રાત્રે ટ્રેન આવશે

સુરેન્દ્રનગર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર

સુરેન્દ્રનગર અને જોરાવરનગર સ્ટેશન પરથી પસાર થતી બાન્દ્ર ભાવનગર અને જબલપુર સોમનાથ સાપ્તાહીક ટ્રેનોના સમયમાં તારીખ 1 ડિસેમ્બરથી ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં બાન્દ્રથી ભાવનગર થતી ટ્રેન જોરાવરનગર સ્ટેશને સવારે 5.14 કલાકે આવશે જ્યારે ભાવનગરથી ઉપડતી અને મુંબઇ જતી ટ્રેન રાત્રે 8.51 કલાકે આવશે.

પશ્રિમ રેલ્વે વિભાગ દ્વારા 4 ટ્રેનોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જે અંગે રેલ્વે વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા પરિપત્ર મુજબ તારીખ 1 ડિસેમ્બરથી ભાવનગર બાન્દ્ર ટ્રેન ભાવનગર સ્ટેશનથી સાંજે 6.30 કલાકે ઉપડશે અને જોરાવરનગર સ્ટેશને 8.51 મિનિટે જ્યારે ગેટ સ્ટેશને 8.56 મિનિટે આવશે. જ્યારે આ જ ટ્રેન બાન્દ્ર ટર્મિનલથી 7.10 મિનિટે ઉપડી ભાવનગર તરફ જવા માટે ગેટ સ્ટેશને 5.09 મિનિટે જ્યારે જોરાવરનગર સ્ટેશને 5.14 મિનિટે પહોંચશે. તેમજ ભાવનગર આસનસોલ સાપ્તાહિક ટ્રેન ભાવનગર સ્ટેશનથી 5.35 મિનિટે રવાના થશે જે જોરાવરનગર સ્ટેશને 7.50 મિનિટે પહોંચશે. આ ઉપરાંત જબલપુર સોમનાથ ટ્રેન 10.44 મિનિટે આવતી હતી તે 13 મિનિટ વહેલા એટલે 10.31 આવશે અને સોમનાથથી જબલપુર જતી ટ્રેન 3.50 એ આવતી હતી તે 7 મિનિટ મોડી એટલે કે 3.57 આવશે.

અન્ય સમાચારો પણ છે...