તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રતિબંધ:હળવદની માળીયા શાખા કેનાલ પરથી ભારે વાહનોની અવર-જવર પર પ્રતિબંધ, જિલ્લા કલેકટરે જાહેરનામુ બહાર પાડયું

સુરેન્દ્રનગર14 દિવસ પહેલા
 • કૉપી લિંક
હળવદ-ટીકર નર્મદા કેનાલ - Divya Bhaskar
હળવદ-ટીકર નર્મદા કેનાલ
 • કોઇ વાહન ચાલકો આ રોડ પરથી વાહનો ચલાવશે તો શિક્ષાત્મક પગલાં લેવાશે

હળવદ તાલુકાના ટીકર ગામેથી પસાર થતી નદીમાંથી રેતી ભરીને મોટા વાહનો માળીયા શાખા નહેરમાં 70.00 કિ.મી. 137.93 .કિ.મી શાખા નહેર રોડ ઉપરથી ભારે વાહનોએ રોડનો ઉપયોગ કરવો નહીં અને કોઇ વાહન ચાલકો આ રોડ પરથી વાહનો ચલાવશે તો શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે તેવું મોરબી જિલ્લા કલેકટરે જાહેરનામુ બહાર પાડ્યું છે.

હળવદ તાલુકાના ટીકર ગામેથી પસાર થતી ટીકર નદીમાંથી રેતી ભરી મોટા વાહનો માળીયા શાખા નહેરની 70.00 કિ.મી. 137.93 કિ.મી. શાખા નહેરના રોડનો ઉપયોગ કરી ટીકર તરફ જતા હોવાથી નહેરના પાળાને નુકશાન થવાથી તેમજ ગંભીર અકસ્માત થવાની સંભાવનાને ધ્યાને લઈ મોરબી જિલ્લા કલેક્ટર જે.બી. પટેલ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

આ જાહેરનામા અનુસાર માળીયા શાખા નહેરનો 70.00 કિલોમીટરથી 137.93 કિલોમીટર આવેલા સર્વિસ રોડ ઉપરથી ભારે વાહનોના અવર-જવર પર તા.03/05/2021 સુધી પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. આ જાહેરનામાનો ભંગ જો કોઈ વાહનચાલકો કરશે તો શિક્ષાત્મક પગલાં ભરાશે તેમ કલેકટર જે.બી.પટેલે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો