તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:મહેતા માર્કેટમાં 8 વાગ્યા પછી મોટાં વાહનો માટે પ્રતિબંધ

સુરેન્દ્રનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વાહનચાલકો-વેપારીઓ વચ્ચે ઘર્ષણને લીધે તંત્રનો નિર્ણય

સુરેન્દ્રનગર મહેતા માર્કેટમાં શહેર, ગ્રામ્ય વિસ્તારોમાંથી લોકો ખરીદી કરવા આવતા હોય છે. માર્કેટમાં માલ ભરવા આવેલા ભારે વાહનોના કારણે ટ્રાફિક સમસ્યા થતી હતી. વેપારીઓ અને લોકો વચ્ચે ઘર્ષણના બનાવો બનવાનું અને સોશિયલ ડિસ્ટન્સ ન જળવાતું હોવાનું ધ્યાને આવ્યું હતું. આથી તંત્ર દ્વારા વેપારીઓ અને ટ્રાન્સપોર્ટેશન એસોસિયેશન સાથે બેઠક યોજી માર્કેટમાં 8 વાગ્યા બાદ ભારે વાહન ન લાવવાનો નિર્ણય કરાયો હતો. તાલુકામાંથી ખરીદી અર્થે આવતા લોકોને રિવરફ્રન્ટ પર વાહનો મુકી અને ખરીદી બાદ લારીમાં ત્યાં સુધી વસ્તુ લઇ જવા નિર્ણય લેવાયો હતો.

હાલ કોરોના મહામારીને ધ્યાને લઇ દુકાનદારોએ માસ્ક, સેનેટાઇઝરની વ્યવસ્થા રાખવી, ગ્રાહકોને ઊભા રાખવા સોશિયલ ડિસ્ટન્સ માટે દુકાન પાસે સર્કલ બનાવવા અપીલ કરાઇ હતી. જ્યારે ટ્રાફિક જામની સમસ્યા નિવારવા વેપારીઓએ પોતાનો માલ સામાન સવારે 8 કલાક પહેલા ઉતારી લેવો ત્યારબાદ માલસામાનના વાહનો મહેતા માર્કેટમાં બપોરના 2 વાગ્યા બાદ જ ઉતારવા અંદર લાવવાનો નિર્ણય કરાયો હતો.

અન્ય સમાચારો પણ છે...