ધરપકડ:બલદાણા, તાવીને 2 દિવસ ઘમરોળનાર બનાસંકાઠાની ચોર ગેંગના 2 ઝડપાયા

સુરેન્દ્રનગર6 મહિનો પહેલા
  • કૉપી લિંક
જિલ્લાના તાવી અને બલદાણા ગામમાં તરખાટ મચાવનાર બનાસકાંઠાની ચોરગેંગના બે શખ્સોને એલસીબી પોલીસે દબોચી લીધા હતા. - Divya Bhaskar
જિલ્લાના તાવી અને બલદાણા ગામમાં તરખાટ મચાવનાર બનાસકાંઠાની ચોરગેંગના બે શખ્સોને એલસીબી પોલીસે દબોચી લીધા હતા.
  • LCB ટીમે દાગીના સહિત રૂ. 7.55 લખાનો મુદ્દામાલ જપ્ત કર્યો, 2 મહિલા સહિત 3ના નામ ખૂલ્યા

સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તેમજ લખતર તાલુકાના ગામડાઓના નિશાન બનાવી ચોરીને અંજામ આપતી બનાસકાંઠાની ગેંગના 2 શખસને એલસીબીએ દબોચી લીધા હતા. અને સોના-ચાંદી તેમજ ચોરીમાં ઉપયોગ કરાતી કાર સહિત કુલ રૂ. 7.55 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.

જિલ્લાના વઢવાણ તાલુકાના બલદાણા ગામે 1-12-2021 અને લખતર તાલુકાના તાવી ગામે 2-12-2021ના ચોરીના 2 બનાવ બન્યા હતા. એલસીબી પીઆઈ એમ.ડી.ચૌધરી, પીએસઆઈ વી.આર.જાડેજા તેમજ એલીસીબીની અલગ અલગ ટીમો બનાવી ગુનાવાળી જગ્યા આજુબાજુના તેમજ આરોપીઓ ગુનો કરી નાસી ગયા તે રસ્તાના સીસીટીવી ફૂટેજ ચેક કરાયા હતા. ઉપરાંત રાહદારીઓની પણ પૂછપરછ અને અન્ય શંકાસ્પદ શખસોની પૂછપરછ કરી અગાઉ આવા પ્રકારના ગુનામાં પકડાયેલા આરોપીઓનો ડેટાબેઝ એકત્ર કરાયો હતો. તપાસ બાદ બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના થરામાં રહેતા 22 વર્ષના ભગાભાઈ વેરશીભાઈ મુનેચા તેમજ સીરવાડામાં રહેતા 30 વર્ષના ભરતભાઈ સોમાભાઈ જાખલીયા સંડોવાયેલા હોવાનું જણાયું હતું. આથી બંને શખસને રાઉન્ડઅપ પૂછપરછ કરતા ચોરી ન કરી હોવાનું જણાવી બચવા પ્રયત્ન કર્યો હતો. અંતે બંને શખસે ચોરી કર્યાની કબૂલાત કરી હતી.

આ ઉપરાંત બંને શખ્સો તથા સીરવાડામાં રહેતા ટીની ઉર્ફે કાળી ઉર્ફે ઇકા તરસંગભાઈ ત્રણેય મળી મારૂતી કારમાં બેસી બલદાણા અને તાવીમાં ચોરી કરી હતી. જ્યારે આ ચોરીનો માલ લીલીબેન તથા તારસંગભાઈ બંને વેચવા માટે જતા હોવાની કબૂલાત કરી હતી. ચોરીના મુદામાલને વેચી તેના પૈસાથી મોજશોખ કરતા હતા. શખ્સોને ઝડપી પાડવાની કાર્યવાહીમાં નરેન્દ્રસિંહ, દશરથસિંહ, જુવાનસિંહ, ચમનલાલ, દિલીપભાઈ, અજયસિંહ, અનિરૂધ્ધસિંહ, નિર્મળસિંહ, સંજયસિંહ, કલ્પેશભાઈ સહિતની ટીમ જોડાઇ હતી.

ચોરીના મુદ્દામાલ પૈકી રૂ. 8200ની રોકડ, રૂ. 10,000ની કિંમતના 2 મોબાઇલ, 4,18,619ની કિંમતના સોનાની રણી નંગ-8 જેનું કુલ વજન 103.210 ગ્રામ, રૂ. 18,936ની કિંમતની ચાંદીની (કાચી પાટલી) રણી નંગ-3 જેનું કુલ વજન -604.410 ગ્રામ તેમજ ચોરીમાં ઉપયોગ કરેલી રૂ. 3,00,000ની કિંમતની કાર સહિત કુલ રૂ. 7,55,755નો મુદ્દામાલ મળી આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...