સન્માન:કુસ્તી અને દોડ સ્પર્ધામાં હિર ઝળકાવનાર રમતવીરોનું હળવદના બજરંગદળે સન્માન કર્યુ

સુરેન્દ્રનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
કુસ્તી અને દોડ સ્પર્ધામાં હિર ઝળકાવનાર રમતવીરોનું હળવદના બજરંગદળે સન્માન કર્યુ - Divya Bhaskar
કુસ્તી અને દોડ સ્પર્ધામાં હિર ઝળકાવનાર રમતવીરોનું હળવદના બજરંગદળે સન્માન કર્યુ
  • નિસ્વાર્થ ભાવે સેવા આપનાર કોચનું પણ અદકેરું સન્માન કરાયું

હળવદના મંગળપુર ગામના યુવા ખેલાડીઓએ કુસ્તી અને દોડ સ્પર્ધામાં રાષ્ટ્રીય કક્ષાએ હિર ઝળકાવી ગોલ્ડ મેડલ મેળવતા બજરંગદળ હળવદ પ્રખંડ દ્વારા તમામ ખેલાડીઓની સાથે નિસ્વાર્થ ભાવે કોચ તરીકે સેવા આપનાર યુવાનનું પણ સન્માન કરવામાં આવ્યું હતું

ગુજરાતનું ગૌરવ વધારવા બદલ ગેલાભાઈ ગોલતર,ગોપલભાઈ છાપરા,અલ્પાબેન કુડેચા અને સાગરભાઈ કુડેચાએ ગોલ્ડ મેડલ હાંસલ કરેલ જ્યારે વિક્રમભાઈ ગોલતર અને મેહુલભાઈ આલએ સિલ્વર મેડલ હાંસલ કર્યો હતો અને હિતેશભાઈ કુડેચાએ બ્રોચ મેડલ મેળવતા સર્વે તેજસ્વી રમતવીર ખેલાડીઓનું સન્માન કરવામાં આવ્યું હતું અને આ તમામને નિઃશુલ્ક રીતે માર્ગદર્શન પૂરું પાડતા કોચ બીજલભાઈ કુડેચાનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, નાના એવા મંગળપુર ગામના યુવાનોએ વિશેષ સિદ્ધિ પ્રાપ્ત કરતા બજરંગદળ હળવદ પ્રખંડ દ્વારા વિશેષ સિદ્ધિ પ્રાપ્ત કરનાર તમામ રમતવીરોનું મંગળપુર ગામ મધ્યે આવેલા રામજી મંદિર ખાતે સન્માન સમોરોહનું આયોજન કર્યું હતું. જેમાં હળવદ તાલુકાનું સમગ્ર દેશમાં નામ રોશન કરનાર રમતવીરોને બજરંગદળનો ખેસ અને સ્પોર્ટ્સ ટ્રેક -ત્રિશુલ અને સાલ ઓઢાળી સન્માનિત કરાયા હતા.

આ કાર્યક્રમમાં કર્ણાવતી ક્ષેત્રના ઉપાધ્યક્ષ ક્રિષ્નાજી અગ્રવાલ, બજરંગદળ ગુજરાત ક્ષેત્રના સંયોજક ભાવેશભાઈ ઠકકર, જિલ્લાના વિશ્વ હિન્દુ પરિષદ મંત્રી અનિલભાઈ રાવલ, જિલ્લા સેવા પ્રમુખ બટુકભાઈ અઢિયા, પ્રખંડ અધ્યક્ષ ઈશ્વરભાઈ દલવાડી, રશ્મિનભાઈ દેથરીયા, રણછોડભાઈ દલવાડી, બળદેવભાઈ,લલિતભાઈ, વિજયભાઈ,તપનભાઈ સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા સાથે જ ભવિષ્યમાં નેપાળ ખાતે યોજાનાર આંતરરાષ્ટ્રીય કક્ષાએ પણ વિશેષ સિદ્ધિ પ્રાપ્ત કરે તેવી શુભકામનાઓ પાઠવી હતી. આ તકે મંગળપુર ગામ સમસ્ત હાજર રહી રમતવીરોનો ઉત્સાહ વધાર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...