વઢવાણ જીઆઇડીસીના અનેક રસ્તાઓ બિસમાર હોવાથી લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ત્યારે વઢવાણ જીઆઈડીસીથી પ્રદૂષણ નિયંત્રણ કચેરી સુધીનો બિસમાર રસ્તાથી લોકોમાં અકસ્માતનો ભય ફેલાયો છે. અને આ રસ્તો રિપેરિંગ કરવામાં આવે તેવી માગ ઉઠી હતી.
વઢવાણ શહેરમાં આવેલી ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ પ્રાદેશિક કચેરી સુરેન્દ્રનગરને જીઆઇડીસીમાં ભોગાવાના સામે કાંઠે કરોડોના ખર્ચે બનાવવામાં આવી છે. બીજી તરફ જીઆઇડીસી વિસ્તાર હોવાથી અનેક કામદારો, રાહદારીઓ, વાહનચાલકો દિવસ-રાત રસ્તાઓ પર અવરજવર કરી રહ્યા છે. ત્યારે છેલ્લા ઘણા સમયથી વઢવાણ ચોકડીથી લઇને જીઆઈડીસીથી પ્રદૂષણ નિયંત્રણ કચેરી સુધીનો રસ્તો બિસમાર બની ગયો છે.
રસ્તા પર જ ખાડા તેમજ રોડની કડો નીકળતા લોકોને અકસ્માતનો ભોગ બનવુ પડી રહ્યું છે. આ અંગે મગનભાઈ પરમાર, પ્રકાશભાઈ મકવાણા વગેરે જણાવ્યું કે, આ રસ્તા પર ખાડાઓ હોવાથી સાઇકલો સહિતના વાહનો સ્લિપ ખાઇ જવાના બનાવો બને છે. બીજી તરફ નવી કચેરીના કારણે લોકો પણ કામ અર્થે આવ-જા કરે છે. આ રસ્તા પર જ ત્રણથી વધુ એવા રસ્તાઓ છે કે ચાર રસ્તાઓને પણ જોડે છે. આથી બિસમાર રસ્તાનું રિપેરિંગ કરવામાં આવે તેવી માગ કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.