સુરસાગર ડેરીની ચૂંટણી:વઢવાણ સુરસાગર ડેરીના ચેરમેન તરીકે બાબા ભરવાડ ફરીથી ચૂંટાયા, કલ્પેશ સભાડની વાઈસ ચેરમેન તરીકે બિનહરીફ વરણી

સુરેન્દ્રનગર17 દિવસ પહેલા
સુરસાગર ડેરીના ચેરમેન તરીકે બાબા ભરવાડ ફરીથી ચૂંટાયા, કલ્પેશ સભાડની વાઈસ ચેરમેન તરીકે બિનહરીફ વરણી
  • સુરસાગર ડેરીના ચેરમેન અને વાઈસ ચેરમેનની મુદત પૂર્ણ થતાં ચૂંટણી યોજાઈ
  • ડેરીન‌ા કુલ 13 ડીરેક્ટરોએ ચેરમેન-વાઇસ ચેરમેનની સર્વાનુમતે વરણી કરી

સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ સુરસાગર ડેરીના ચેરમેન અને વાઈસ ચેરમેનની મુદત પૂર્ણ થતાં ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીમાં બાબા ભરવાડની ચેરમેન તરીકે ફરીથી ચૂંટાયા હતા. જ્યારે કલ્પેશ સભાડની વાઈસ ચેરમેન તરીકે સર્વાનુમતે બિનહરીફ વરણી કરવામાં આવી હતી. સુરસાગર ડેરીન‌ા કુલ 13 ડીરેકટરોએ ચેરમેન-વાઇસ ચેરમેનની સર્વાનુમતે વરણી કરી હતી.

સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ સુરસાગર ડેરીના ચેરમેન અને વાઈસ ચેરમેનની મુદત પૂર્ણ થતાં ચૂંટણી યોજાઈ હતી. વઢવાણ પ્રાંત અધિકારી અનિલકુમાર ગોસ્વામી, જિલ્લા ભાજપ પ્રમુખ જગદીશ મકવાણા, મહામંત્રી જયેશ પટેલ સહીતના હોદેદારો ઉપસ્થિત રહ્યાં હતા.

આ ચૂંટણીમાં બાબા ભરવાડની ચેરમેન અને કલ્પેશ સભાડની વાઈસ ચેરમેન તરીકે સર્વાનુમતે બિનહરીફ વરણી કરવામાં આવી હતી. સુરસાગર ડેરીન‌ા કુલ 13 ડીરેકટરોએ ચેરમેન-વાઇસ ચેરમેનની સર્વાનુમતે વરણી કરી હતી. ચૂસ્ત પોલિસ બંદોબસ્ત હેઠળ આ ચૂંટણી યોજાઇ હતી.

સુરસાગર ડેરીના ચેરમેન પદના ઉમેદવાર માટે બે લોકોએ દાવેદારી નોંધાવી હતી. જેમાં ડેરીના નવા ચેરમેન તરીકે બાબા ભરવાડ ફરીથી ચૂંટાયા હતા. જ્યારે વાઇસ ચેરમેન તરીકે કલ્પેશ સભાડની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. વઢવાણ પ્રાંત અધિકારી અને મામલતદાર સહિતના અધિકારીઓની હાજરીમાં સુરસાગર ડેરીની ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...