તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાનો કહેર:8 માસથી કોરોનાની આયુર્વેદિક સારવાર બંધ, ગાંધી હોસ્પિટલના કોવિડ સેન્ટરમાં ઉકાળા અપાતા હતા પણ કડવા લાગતાં વિતરણ બંધ કરાયું

સુરેન્દ્રનગર4 મહિનો પહેલા
 • કૉપી લિંક

સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના કાળની શરૂઆતમાં કોવીડ પેશન્ટને કોવીડ સેન્ટરમાં એલોપેથી દવાઓ સાથે આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરાતુ હતુ. પરંતુ લગભગ છેલ્લા 8 માસ કરતા વધુ સમયથી કોરોના દર્દીઓની આયુર્વેદિક સારવાર બંધ છે. તેઓને માત્ર એલોપેથી દવાઓ જ આપવામાં આવે છે.

સમગ્ર રાજય અને દેશમાં જયારે કોરોનાએ પ્રવેશ કર્યો ત્યારે સુરેન્દ્રનગર જિલ્લો કોરોનામુકત રહ્યો હતો. તા. 23 માર્ચે દેશમાં લોકડાઉન થયા બાદ છેક તા. 24 એપ્રિલે જિલ્લામાં પ્રથમ કોરોનાનો કેસ દેખાયો હતો. સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોનાનો પગપેસારો વધતા શરૂઆતના દિવસોમાં માત્ર ગાંધી હોસ્પિટલમાં જ કોવીડ સેન્ટર કાર્યરત હતુ. જેમાં દર્દીઓને એલોપેથી દવાઓ સાથે આયુર્વેદિક ઉકાળા વિતરણ પણ કરવામાં આવતુ હતુ. પરંતુ સ્વાદે કડવા એવા ઉકાળા લેવા માટે દર્દીઓ સંમતી દર્શાવતા ન હોવાથી કોવીડ પેશન્ટને ઉકાળા વિતરણ બંધ કરાયુ હતુ. પરંતુ રોગપ્રતિકારક શકિત વધારે તે માટે જિલ્લામાં આયુર્વેદિક ઉકાળાનું વિતરણ શરૂ રખાયુ હતુ. અત્યાર સુધીમાં જિલ્લા આયુર્વેદ વિભાગ દ્વારા 13,555 કેમ્પો યોજીને 54,86,620થી વધુ લોકોને ઉકાળા વિતરણ કર્યુ છે. અમદાવાદ, રાજકોટ સહિત જિલ્લાઓમાં દર્દીઓ આયુર્વેદ સારવારથી સાજા થયાના દાખલા છે.

ઝાલાવાડના ડોકટરો અન્યત્ર ફરજ બજાવે છે
મેટ્રો સીટીમાં દર્દીઓને એલોપેથી સાથે આયુર્વેદિક સારવાર અપાય છે. આ ઉપરાંત આયુર્વેદિક હોસ્પિટલોમાં માત્ર આયુર્વેદિક સારવાર જ અપાય છે. જેનાથી દર્દીઓ સાજા પણ થયા છે. ત્યારે આયુર્વેદ ક્ષેત્રમાં ડોકટરોની ઘટ હોવાના લીધે જિલ્લાના ડોકટરોને બહાર ફરજ પર મોકલાય છે. હાલ જિલ્લાના બે ડોકટરો રાજકોટ જિલ્લામાં ફરજ પણ બજાવે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો