આયોજન:સુરેન્દ્રનગર શહેરમાં આયુર્વેદ કથા યોજાશે વિવિધ રોગોની સારવારની માહિતી અપાશે

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 9 જાન્યુ. સોમવારે બપોરે 3થી 5.30 દરમિયાન કથા યોજાશે

સુરેન્દ્રનગર જિલ્લામાં સૌપ્રથમ વખત સુરેન્દ્રનગરની સરદાર પટેલ વિદ્યાલયમાં અષ્ટાંગ આયુર્વેદ ધામ તળાજાના વૈદ્યની આયુર્વેદ કથાનું તા. 9-1-2023ને સોમવારે આયોજન કરાયુ છે. ત્યારે આ કથાની અઢી કલાક અનેક લોકોની કાયાકલ્પ કરશે. કારણે અનેક બિમારીઓથી લોકો હાલ પિડાઇ રહ્યા છે. આથી વિવિધ રોગોની સારવાર અને વજન ઘટાડવા માટેની અગત્યની માહિતી આ કથામાં આપવામાં આવશે.

વર્તમાન પરિસ્થિત તેમજ દોડધામ જીંદગી બની જતા લોકો અનેક બિમારીનો સામનો કરી રહ્યા છે. બીજી તરફ અનેક સારવાર બાદ પણ તેનો લોકોની મુશ્કેલીઓ દૂર થતી નથી. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રથમ વખત આયુર્વેદ કથાનું આયોજન કરાયુ છે. જે કથા અનેક લોકોની કાયાકલ્પ કરશે. તા. 9-1-2023ને સોમવારે સુરેન્દ્રનગર 80 ફૂટ રોડ, સંસ્કાર સોસાયટી સામે, સરદાર પટેલ વિદ્યાલયમાં બપોરે 3.00 ખી 5.30 કલાક દરમિયાન આ કથા યોજાશે.

જેમાં અષ્ટાંગ આયુર્વેદધામ તળાજાના વૈદ્ય મહેન્દ્રસિંહ સરવૈયા આર્યુવેદ કથા રજૂ કરશે. કથા માટે હેલ્પલાઈન નંબર પણ જાહેર કરાયો હતો. બીજી તરફ આ કથામાં 18 વર્ષથી ઉપરના લોકોને જ પ્રવેશ આપવામાં આવશે. આથી નાના બાળકોને સાથે લાવવા નહી, બપોરે 3.00 વાગે અચૂક સ્થાન લઇ લેવુ, 3.15 કથા શરૂ થયા પછી કોઇને પ્રવેશ મળશે નહી, પાર્કિંગમાં વાહન વ્યવસ્થિત મુકવા, મોબાઇલ સાયલન્ટ રાખવો વગેરે બાબતોનું પણ પાલન કરવાનુ રહેશે. આ કથા થકી આરોગ્ય કથા,ગૌ કથા તેમજ રાષ્ટ્ર કથાનું પણ જ્ઞાન આપવામાં આવશે. આ કથાનો સુરેન્દ્રનગરના લોકોને લાભ લેવા માટે સરદાર પટેલ વિદ્યાલય તેમજ અષ્ટાંગ આયુર્વેદધામ તળાજા ભાવનગર દ્વારા આહવાન કરાયુ હતુ.

કથામાં આ રોગો માટે સારવારની માહિતી આપવામાં આવશે
આ કથામાં હૃદય રોગ, બી.પી.,ડાયાબીટીસી, થાઇરોઇડ, કોલેસ્ટ્રોલ,પેરાલીસી સ, કિડીની રોગ, લિવર રોગ, બાળરોગો,કોરોના સારવાર, મ્યુકર(ફંગશ), વા, સાંધાના દુ:ખાવા, શ્વાસની તકલીફ, ચામડીના રોગો, એલર્જી તેમજ કેન્સરની સારવાર અને વજન ઘટાડવા માટેની સારવારની મહત્વની માહિતી આપશે.

અન્ય સમાચારો પણ છે...