તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શૈક્ષણિક કાર્ય શરૂ:સુરેન્દ્રનગની કોલેજમાં પ્રથમ વર્ષના 60%થી વધુ વિદ્યાર્થીની હાજરી : 3 કલાક ભણાવાયાં

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
સુરેન્દ્રનગરની કોલેજોમાં પ્રથમ વર્ષના છાત્રો અભ્યાસે આવ્યા હતા. - Divya Bhaskar
સુરેન્દ્રનગરની કોલેજોમાં પ્રથમ વર્ષના છાત્રો અભ્યાસે આવ્યા હતા.
 • માસ્ક, સોશિયલ ડિસ્ટન્ટ, સેનિટાઇઝિંગ સાથે પ્રવેશ અપાયો

રાજ્ય સરકાર દ્વારા ધોરણ 9 થી 12 અને કોલેજના ત્રીજા વર્ષનું શૈક્ષણિક કાર્ય શરૂ કરવામાં આવ્યા બાદ કોલેજોમાં પ્રથમ વર્ષના વર્ગો સોમવારથી શરૂ કરવાનો નિર્ણય કર્યો હતો. ત્યારે સુરેન્દ્રનગરમાં આવેલી એમ.પી.શાહ કોમર્સ કોલેજ, એમ.પી.શાહ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ સહીતની કોલેજોમાં પ્રથમ દિવસે 60% વિધાર્થીઓ હાજર રહ્યાં હતા. કોલેજ તંત્ર દ્વારા પણ સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી એસઓપી ગાઇડલાઇનનું સંપૂર્ણ પાલન કરવામાં આવ્યું હતું.

સુરેન્દ્રનગર કોમર્સ કોલેજમાં 540 વિધાર્થીઓ પૈકી અંદાજે 340 થી વધુ વિધાર્થીઓ જ્યારે આર્ટસ કોલેજમાં સોમવારથી પ્રથમ વર્ષના વર્ગો શરૂ કરવામાં આવ્યા હતા. જ્યારે આર્ટસ કોલેજમાં 994 વિધાર્થીઓ પૈકી 548 વિધાર્થીઓ હાજર રહ્યાં હતા.

મને એવું હતું કે હવે સીધા બીજા વર્ષમાં કોલેજે જઇશું
કોલેજમાં પ્રવેશ મળી ગયો હતો પરંતુ કોરોનાને લીધે લોકડાઉનના કારણે કોલેજો શરૂ થઇ ન હતી. મારૂ પ્રથમ વર્ષ છે આથી કોલેજમાં ભણવા અંગે ખુબ ઉત્સાહી હતો પરંતુ એવું લાગી રહ્યું હતું કે પ્રથમ વર્ષ તો ઓનલાઇન જ શિક્ષણ લઇ પરિક્ષા આપી સીધા બીજા વર્ષમાં જ કોલેજ જઇશું > શુભમ લીંબાદીયા, વિધાર્થી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો