સુરેન્દ્રનગરમાં જાહેરમાં કાયદો અને વ્યવસ્થાના લીરેલિરા ઉડ્યા હોવાના બે બનાવો સામે આવ્યા છે. જેમાં પ્રથમ બનાવમાં શહેરના એમ.પી.શાહ કોલેજ નજીક રાત્રી દરમિયાન જાહેર રસ્તા પર યુવક સાથે મારામારી કરવામાં આવી હતી. જે બાદ યુવક પર છરીથી હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. જ્યારે બીજા બનાવમાં સુરેન્દ્રનગરના ટાવર ચોક વિસ્તારમાં દારૂના નશામાં યુવક તીક્ષ્ણ હથિયાર સાથે નીકળી પડ્યો હતો અને વેપારીઓની દુકાનોમાં પ્રવેશ મેળવી રોફ જમાવવાનો પ્રયાસ કર્યો હતો.
જિલ્લામાં એક જ દિવસમાં વઢવાણ અને થાનના નવાગામમાં 2 હત્યાના બનાવ બની ચુક્યા છે, ત્યારે જાહેરમાં કાયદો અને વ્યવસ્થાના લીરેલિરા ઉડ્યા હોવાના અન્ય બે બનાવો સામે આવ્યા છે. જેમાં પ્રથમ બનાવમાં શહેરના એમ.પી.શાહ કોલેજ નજીક રાત્રી દરમિયાન યુવક સાથે મારામારી બાદ છરીથી હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જ્યારે બીજા બનાવમાં એક યુવક દારૂના નશામાં રોફ જમાવવાનો પ્રયાસ કરતો જોવા મળ્યો હતો. સુરેન્દ્રનગરમાં આ બન્ને ઘટનાના વીડિયો પણ સામે આવ્યાં છે. જે હાલ સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યા છે.
સુરેન્દ્રનગરના ટાવર ચોક વિસ્તારમાં દારૂના નશામાં યુવક તીક્ષ્ણ હથિયાર સાથે નીકળી પડ્યો હતો અને વેપારીઓની દુકાનોમાં પ્રવેશ મેળવી રોફ જમાવવાનો પ્રયાસ કર્યો હતો. સુરેન્દ્રનગર શહેરમાં અને જિલ્લામાં પોલીસનો ડર હવે ગુનેગારમાં રહ્યો ન હોય તેવા દ્રશ્ય સામે આવ્યાં છે જેને લઈ સમગ્ર પંથકમાં ચકચાર મચી છે. જોકે, આ બન્ને ઘટનામાં હજુ સુધી પોલીસ ફરિયાદ થઈ નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.