પોલીસ પર ટોળાનો હુમલો:સુરેન્દ્રનગરના નવા જંકશન વિસ્તારમાં દારૂના ધંધાર્થીઓ પર રેડ કરવા ગયેલી પોલીસ પર હુમલો, સાત પોલીસકર્મીઓ ઘાયલ

સુરેન્દ્રનગર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે મહિલા બુટલેગરને ઝડપી લીધી પણ ટોળાએ હુમલો કરી પોલીસ જાપ્તામાંથી છોડાવી લીધી

સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં દેશી દારૂનું બેફામ વેચાણ થતું હોય, ત્યારે વિધાનસભાની ચૂંટણી નજીક આવતી હોવાના પગલે દેશી દારૂ વેચાણ ઉપર સિટી પોલીસ સતત દરોડા પાડી રહી છે અને કાર્યવાહી પણ હાથ ધરી રહી છે. પરંતુ હાલની પરિસ્થિતિ મુજબ જે બનાવ બન્યો તે પોલીસ કામગીરી સામે પણ સવાલો ઊભા કરી રહ્યો છે. ત્યારે સુરેન્દ્રનગર સીટી પોલીસ નવા જકશન રોડ ઉપર આવેલ ડી કેબીન પાસે દારૂ વેચાણ અંગે દરોડા પાડવા ગઈ હતી. તે દરમિયાન પોલીસ દ્વારા દારૂનો જથ્થો અને બુટલેગરને ઝડપી પાડવામાં આવી હતી.ત્યારે મહિલા બુટલેગરને ઝડપી લઇ અને કાર્યવાહી પોલીસ હાથ ધરી રહી હતી. તે દરમિયાન સામેથી આવેલા ટોળાએ પોલીસ ઉપર હુમલો કર્યો હતો. જેમાં સુરેન્દ્રનગર સીટી પોલીસ સ્ટેશનના પીઆઇ એમ.ડી.ચૌધરી તથા તેમની સાથે રહેલા સ્ટાફને ઇજાઓ પહોંચી હતી. સુરેન્દ્રનગર સીટી પોલીસમાં ફરજ બજાવતા 07 કર્મચારીઓને નાની મોટી ઇજાઓ પહોંચતા હોસ્પિટલે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. પોલીસે આ મામલે 18 લોકો સામે પોલીસ ફરિયાદ દાખલ કરી 12ની અટકાયત કરી લીધી છે.

સીટી પોલીસ મથકના પી.આઈ સહિત 8 પોલીસ કર્મીઓ દારૂની રેડ પાડવા ગયા હતા
સુરેન્દ્રનગરના નવા જંકશન રોડ ઉપર આવેલી ડી કેબિન નજીક દારૂ વેચાણ થતા હોવાની વાતની મળતા સીટી પોલીસ મથકના પી.આઇ. એમ.ડી.ચૌધરી અને આઠ જેટલા પોલીસ કર્મીઓ દેશી દારૂ ઉપર દરોડા પાડવા માટે ડી-કેબીન નજીક ગયા હતા, તે દરમિયાન બુટલેગર ફાતિમા જેડાની અટકાયત કરવામાં આવી હતી. અને મુદ્દામાલ જપ્ત કરી પોલીસ નિકળી રહી હતી, તે દરમિયાન ટોળું પાછળથી આવી અને પોલીસ ઉપર હુમલો કરી અને ટોળું પોલીસ કર્મીઓ ઉપર બોથડ પદાર્થના માર મારવામાં તૂટી પડ્યું હતુ. અને આ ટોળા દ્વારા કરવામાં આવેલા હુમલામાં સાત જેટલા પોલીસ કર્મીઓને નાની મોટી ઇજાઓ પણ પહોંચી હતી. જો કે, આ મામલે સીટી પોલીસ દ્વારા મધરાત્રીએ ફરજ રૂકાવટનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

12 લોકોની અટકાયત, 6 ફરાર
સુરેન્દ્રનગર નવા જંકશન રોડ ઉપર આવેલ ડી કેબિન નજીક દેશી દારૂના વેચાણ ઉપર સીટી પોલીસ દરોડા પાડવા ગઈ હતી. તે દરમિયાન પીઆઇ સહિતના સ્ટાફ ઉપર હુમલો કરવામાં આવ્યો છે. ત્યારે આ મામલે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. નાયબ પોલીસ અધિક્ષક હિમાંશુભાઈ દોશી પણ સીટી પોલીસ સ્ટેશનમાં દોડી આવ્યા છે. અને પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. 18 લોકો સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જેમાંથી 12 જેટલા લોકોની અટકાયત કરવામાં આવી છે. અને બુટલેગર ફાતેમાની પણ અટકાયત કરવામાં આવી છે. આ મામલે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. અને પોલીસ સ્ટેશનમાં લાવી અને મધરાત્રીએ શબક પણ શીખવાડવામાં આવ્યો છે.

પોલીસ ઉપર હુમલા બાદ વહેલી સવારથી દેશી દારૂ વેચાણ ઉપર વ્યાપક દરોડા
આમ તો વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે. ત્યારે દારૂબંધી ઉપર કડક નિયંત્રણ લગાવવા માટે પોલીસ તંત્ર સતત પ્રયાસ હાથ ધરી રહ્યું છે. ત્યારે ખાસ કરીને વિદેશી દારૂની અવર-જવર સુરેન્દ્રનગરમાં ન થતી હોવાના પગલે દેશી દારૂ વેચાણનું ચૂંટણીમાં ખૂબ વેચાણ થઈ રહ્યું હોવાનું સૂત્રો પાસેથી વિગતો પ્રાપ્ત થઈ રહી છે. ત્યારે બેફામ રીતે દેશી દારૂની પોટલીઓનો વેચાણ થઈ રહી છે અને બેફામ રીતે સુરેન્દ્રનગરમાં દારૂ પાડવાના ભઠ્ઠાઓ પણ ધમધમી રહ્યા છે. ત્યારે આ જ મામલે ગઈકાલે રાત્રિ દરમિયાન પોલીસ ઉપર હુમલો થયો છે. જેને લઇને સુરેન્દ્રનગર પોલીસ સતર્ક બની છે. અને વહેલી સવારથી દેશી દારૂ વેચાણ ઉપર દરોડા પાડી રહી છે.

અન્ય સમાચારો પણ છે...