વઢવાણમાં એફસીઆઇ ગોડાઉનમાં લિફ્ટિંગ ઈન્સ્પેક્ટર તરીકે ફરજ બજતાવતા કર્મચારીને મોબાઇલમાં ગંદી ગાળો આપી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આથી કર્મચારીએ 1 શખસ વિરૂધ્ધ વઢવાણ પોલીસ સ્ટેશમાં ફરજમાં રૂકાવટ અને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.
વઢવાણના એફસીઆઇ ગોડાઉનમાં લિફ્ટિંગ ઈન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા ઘનશ્યામભાઇ મહેતાએ વઢવાણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવ્યા મુજબ તેઓ વઢવાણ એફસીઆઇ ખાતે ફરજ પર હતા. એફસીઆઇમાં રેક હોવાથી ડેપો મેનેજર દ્વરા મજુરોની ગેંગ હોછી હોવાથી જીએસ સીએસસીના ગોડાઉન પરનો જથ્થો એફસીઆઇથી આપવાને બદલે સ્ટેશનથી અપાશે જણાવ્યું હતું.
તે દરમિયાન ભવાની એન્ટરપ્રાઇઝના રાજેન્દ્રસિંહ રાઠોડ એફસીઆઇમાં આવી ડીએસએમને ફોના કરવા કહ્યું આથી ઘનશ્યામભાઇએ ફોન લાગતનો ન હોવાનું જણાવ્યું હતું.આથી રાજેન્દ્રસિંહ ઉશ્કેરાઇ જઇ ગાળો આપી હતી આથી ગાળોન આપવા જણાવતા વધુગાળો આપી મારવા દોડ્યા હતા.
આથી ભવાની એન્ટરપ્રાઇઝના દીલીપભાઇ ખવડે તેમને અટકાવ્યા છતા ગંદી ગાળો આપી મારી માલીકીની 8 ટ્રકમાંથી કોઇ પણ ટ્રકથી તને અટફેટે લઇ મારી નાંખીશની ધમકી આપીહતી.જ્યારે રાજેન્દ્રસિંહ અગાઉ પણ ફોનમાં ગાળો આપી હતી. તેઓ કામના સ્થળે પણ આવી કામગીરીમાં અવારનવાર વિક્ષેપ પાડે છે. તેમના સગા પોલીસમાં હોવાથી કાયદાનો ડર નથી અને મોટુ જૂથ બળ હોવાની પણ ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી હતી. આ બનાવની વધુ તપાસ માલાભાઇ ગમારા ચલાવી રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.