તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હુમલો:વઢવાણમાં વેચેલી ભેંસના પૈસા માંગતા મહિલા પર હુમલો

સુરેન્દ્રનગર25 દિવસ પહેલા
  • કૉપી લિંક

વઢવાણ ગણપતિ ફાટસર ઘરશાળા રોડ રેલવે પાટાની પાછળ પાળા પાસે વેચેલી ભેંસના પૈસાની બાબતે મામલો બિચકાયો હતો. જેમાં પૈસા લેવા આવેલી મહિલા ઉપર બે શખ્સોએ હુમલો કરતા ફરિયાદ નોંધાવી હતી.

વઢવાણ ગણપતિ ફાટસર ઘરશાળા રોડ રેલવે પાટાની પાછળ પાળા પાસે રંજનબેન સેલાભાઈ મીડોંલીયા પરિવાર સાથે રહે છે. ત્યારે તેમની ઘરની સામે રહેતા છબીલભાઈ કેહરભાઈ મીડોંલીયાને બાવળા તાલુકાના કેસરડી ગામના અને રંજનબેનના ભાઈ બાબુભાઈ કરમશીભાઈ વાઘેલાએ ભેંસ વેચી હતી. ત્યારે વેચેલી ભેંસના પૈસા બાકી હોવાથી છબીલભાઈના ઘરે 1-7-2021ની સાંજના સમયે રંજનબેન લેવા ગયા હતા.

આ બાબતે મામલો બિચકાતા છબીલભાઈ અને રમેશભાઈએ લાકડાના ધોકાનો ઘા મારી ઝપાઝપી કરી ગાળો આપી રંજનબેનને ઇજાઓ પહોચાડી હતી. આથી ઇજાગ્રસ્ત રંજનબેનને 108માં સારવાર ટીબી હોસ્પિટલે લઇ જવાયા હતા. આ બનાવ અંગે રંજનબેને બે શખ્સો સામે વઢવાણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ત્યારે વઢવાણ ગણપતિ ફાટસર ઘરાશાલા રોડ રેલવે પાટાની પાછળ પાળા પાસે રહેતા છબીલભાઈ કેહરભાઈ મીડોંલીયા અને રમેશભાઈ કહેરભાઈ મીડોંલીયા સામે ગુનો નોંધી વધુ તપાસ હેડકોન્સ્ટેબલ બલવંતસિંહ પરમાર ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...