તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફરજમાં રુકાવટ:ચોટીલાના નાની મોરસલ ગામે તાઉ-તે વાવાઝોડામાં પડેલો વિજપોલને ઉભો કરવા ગયેલા વિજકર્મી પર હુમલો

સુરેન્દ્રનગર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
ચોટીલાના નાની મોરસલ ગામે તાઉ-તે વાવાઝોડામાં પડેલો વિજપોલને ઉભો કરવા ગયેલા વિજકર્મી પર હુમલો - Divya Bhaskar
ચોટીલાના નાની મોરસલ ગામે તાઉ-તે વાવાઝોડામાં પડેલો વિજપોલને ઉભો કરવા ગયેલા વિજકર્મી પર હુમલો
  • વાડીના માલીક અને તેના પુત્રે ઉગ્ર બોલાચાલી કરી વિજકર્મીને માર માર્યો

થોડા દિવસો પહેલા તાઉ-તે વાવાઝોડાને કારણે કમોસમી વરસાદ પડતા ચોટીલા સહિત અને ગ્રામ્યવિસ્તારો વીજ વિહોણા બન્યા હતા. જેને લઈને ચોટીલાના નાની મોરસલ ગામે ખેતીવાડીનો વિજપોલ ધરાસાઈ થતા તે વિજપોલને ઉભો કરવાની કામગીરી કરવા વિજકર્મીઓ ગયા હતા, ત્યાં વિજકર્મીઓ પર બે શખ્સો દ્વારા હુમલો કર્યા અંગેની ચોટીલા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ થઇ છે

નાની મોરસલ ગામે ચોટીલા વિજતંત્રના વિજકર્મી મુન્નાભાઈ વિનુભાઈ સાકરીયા સહિત ટીમ વિજપોલ ઉભો કરવાની કામગીરી માટે પહોંચ્યા હતા. નાની મોરસલ ગામના રામજી સોમાભાઈ ધરેજીયાની વાડીમાં વિજપોલ પડેલો હતો તે વિજપોલ ઉઠાવી વિજપોલ ઉભો કરવાની કામગીરી કરતા હતા.

વિજપોલ ઉભો કરવાની કામગીરી દરમિયાન ત્યાં વાડી માલિક રામજી ધરેજીયા અને તેનો પુત્ર ભાવેશ રામજીભાઈ આવી વિજકર્મી સામે આ વિજપોલ કેમ લીધો તે અંગે ઉગ્ર બોલાચાલી થતા વિજકર્મી મુન્નાભાઈ વિનુભાઈ સાકરીયા પર હુમલો કરી ઇજા પહોંચાડી હતી જેને લઈને વિજકર્મીએ ચોટીલા પોલીસમાં ફરજમાં રુકાવટ સહિત માર માર્યા અંગેની ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...