સ્વાગત:ચોટીલાના ગ્રામ્ય વિસ્તારોમાં આત્માનિર્ભર ગ્રામ યાત્રાનું ભવ્ય સ્વાગત કરાયુ

સુરેન્દ્રનગર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
ચોટીલાના ગ્રામ્ય વિસ્તારોમાં આત્માનિર્ભર ગ્રામ યાત્રાનું ભવ્ય સ્વાગત કરાયુ - Divya Bhaskar
ચોટીલાના ગ્રામ્ય વિસ્તારોમાં આત્માનિર્ભર ગ્રામ યાત્રાનું ભવ્ય સ્વાગત કરાયુ
  • 47 લોકર્પણ તેમજ 67 જેટલા વિવિધ કામોના ખાતમુહુર્ત
  • 102 લાભાર્થીઓને સહાય વિતરણ કરવામાં આવી

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના ગ્રામ્ય વિસ્તારોમાં આત્માનિર્ભર ગ્રામ યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતુ. જેમાં 47 લોકર્પણ તેમજ 67 જેટલા વિવિધ કામોના ખાતમુહુર્ત અને 102 લાભાર્થીઓને સહાય વિતરણ કરવામાં આવી હતી.

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકામાં આત્માનિર્ભર ગ્રામ યાત્રાનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતુ. ચોટીલા તાલુકાના ચાર જેટલા ગામડાઓમાં ફરી આત્માનિર્ભર ગ્રામયાત્રામાં વિવિધ લોકાર્પણ તેમજ ખાત મુહૂર્તો કરવામાં આવ્યા હતા અને આ કાર્યક્રમમાં મામલતદાર,તાલુકા વિકાસ અધિકારી સહિત ચોટીલા તાલુકાના ભાજપના હોદેદારોની ઉપસ્તીથીમાં કાર્યક્રમની પુર્ણાહુતી કરવામાં આવી હતી. સુરેન્દ્રનગર ખાતેથી આત્મનિર્ભર ગ્રામ યાત્રાનો શુભારંભ કરાયો હતો.

જ્યારે સુરેન્દ્રનગર જિલ્લાની આત્મનિર્ભર ગ્રામ યાત્રાનું ચોટીલા તાલુકાના રાજપરા,મોટીમોલડી,પીપળીયા સહિતના જિલ્લાના પંચાયતોની ચાર સીટો પર ચોટીલા મામલતદાર એસ.બી.દેસાઈ, તાલુકા વિકાસ અધિકારી વી.આર.બારોટ તેમજ ચોટીલા તાલુકા ભાજપના હોદ્દેદારોની હાજરીમાં ઉષ્મા ભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. અને 47 જેટલા લોકાર્પણ તેમજ 67 જેટલા વિવિધ કામોના ખાતમુહુર્ત અને 102 જેટલા લાભાર્થીઓને સહાય વિતરણ કરવામાં આવી હતી અને આ આત્મનિર્ભર રથ ચોટીલાના રાજપરા ગામે શરૂઆત કરવામા આવી હતી અને મોડી સાંજે મોટીમોલડી ગામે પૂર્ણ કરીને જિલ્લા તરફ રવાના થયો હતો.

અન્ય સમાચારો પણ છે...