લેખિત રજૂઆત:સુરેન્દ્રનગરના વાદીપરા બ્રાન્ચનું ATM, પાસ બુક એન્ટ્રી મશીન બંધ હાલતમાં

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિસ્તારના રહીશોએ મેનેજરને લેખિત રજૂઆત કરી

સુરેન્દ્રનગર વાદીપરા બ્રાન્ચની અન્ય જગ્યાએ ફેરવવામાં આવતા બેંક પાસે રહેલા એટીએમ અને પાસ બુક એન્ટ્રો મશીન બંધ કરાયા છે. જેના કારણે ગ્રાહકોને નવી બ્રાન્ચ સુધી નાણા અને એન્ટ્રી પડાવવા ધક્કા ખાવા પડે છે. આથી મેનેજરને લેખિત રજૂઆત કરી એટીએમ અને પાસબુક મશીન વાદીપરા ખાતે ચાલુ કરાવવા માગ કરાઇ હતી.

સુરેન્દ્રનગર વાદીપરામાં એસબીઆઇમાં હજારો ગ્રાહકોના ખાતા હોવાથી દરરોજ અનેક લોકોની અવરજવરથી ધમધમતી હતી. હાલ બેંકની શાખા ફેરવી એમ.પી. શાહ આર્ટ્સ કોલેજ સામે લઇ જવાઇ હોવાથી લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આથી એસબીઆઇ બ્રાન્ચ મેનેજરને સંદિપભાઇ યાજ્ઞિક, કમલેશભાઇ મહેતા, આર.આર. રાઠોડ, ભરતભાઇ દોશી સહિતનાઓએ લેખિત રજૂઆત કરી હતી.

જેમાં જણાવ્યા મુજબ એસબીઆઇ બ્રાન્ચ વર્ષોથી વાદીપરામાં હતી. જેથી એટીએમમાં પૈસા ઉપાડવા મુકવા, પાસબુક એન્ટ્રી મશીનની સુધવધા હતી. જે હાલ બંધ કરાઇ છે. જ્યારે બ્રાન્ચ અન્ય જગ્યાએ લઇ જવાઇ છે. વાદીપરા વિસ્તારમાં બજાર હોવાથી દરરોજ અનેક લોકો ખરીદી માટે આવતા હોય છે. તેમને નાણા માટે તથા બેંકીગ વ્યવહારોમાં તકલીફ પડી રહી છે.

જ્યારે પાસબુક એન્ટ્રી માટે છેક નવી જગ્યાએ જવું પડતું હોવાથી હેરાનગતિ થાય છે. આથી જૂની શાખા હતી ત્યાં એટીએમ નાણા મુકવા અને ઉપાડવા માટેનું મશીન અને પાસ બુક પ્રિન્ટિંગ મશીન મુકવામાં આવે તો અનેક લોકોને બેંકિંગ વ્યવહારોમાં સરળતા રહે તેમ છે. આથી લોકહીતમાં વહેલી તકી સેવા પૂરી પાડવા માગ કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...