સન્માન:નેશનલ લેવલની કબડ્ડી સ્પર્ધામાં સિદ્ધિ મેળવનારા પાટડી તાલુકાના રમતવિરોનું સન્માન કરવામાં આવ્યું

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
નેશનલ લેવલની કબડ્ડી સ્પર્ધામાં સિદ્ધિ મેળવનારા પાટડી તાલુકાના રમતવિરોનું સન્માન કરવામાં આવ્યું - Divya Bhaskar
નેશનલ લેવલની કબડ્ડી સ્પર્ધામાં સિદ્ધિ મેળવનારા પાટડી તાલુકાના રમતવિરોનું સન્માન કરવામાં આવ્યું
  • ઠાકોર સમાજ અને દસાડા તાલુકા કોંગ્રેસ સમિતી દ્વારા ટ્રોફી એનાયત કરવામાં આવી
  • બંને રમતવિરોએ જયપુર ખાતે યોજાયેલી નેશનલ લેવલની કબડ્ડી સ્પર્ધામાં ગોલ્ડ જીત્યો હતો

રાજસ્થાનના જયપુર ખાતે નેશનલ લેવલની કબડ્ડી સ્પર્ધામાં પારડી તાલુકાના બે રમતવિરોએ ગોલ્ડ જીત્યો હતો. ત્યારે રણકાંઠાનું નામ રાષ્ટ્રીય ફલક પર ગુંજતુ કરનારા પાનવાના ખેતમજૂરના પુત્ર આનંદ ઠાકોર અને વડગામમાં ચાની કીટલી ધરાવતા શખ્સના પુત્ર સુમિત ઠાકોરનું ઠાકોર સમાજ અને દસાડા તાલુકા કોંગ્રેસ સમિતી દ્વારા ધારાસભ્યની હાજરીમાં ટ્રોફી એનાયત કરી સન્માન કરવામાં આવ્યું હતું.

ગોલ્ડ મેડલ મેળવી નામ રોશન કર્યુંરાજસ્થાનના જયપુર ખાતે તાજેતરમાં યોજાયેલી નેશનલ લેવલની કબડ્ડી સ્પર્ધામાં પાટડી તાલુકાના વડગામના સુમિત ઠાકોર અને પાનવા ગામના આનંદ ઠાકોરે રૂપિયા 41 હજાર રોકડા અને ગોલ્ડ મેડલ મેળવી માત્ર દસાડા તાલુકામાં જ નહીં સમગ્ર રાજ્યમાં રણકાંઠાનું નામ રાષ્ટ્રીય ફલક પર ગુંજતુ કર્યું હતું.

સન્માન કાર્યક્રમ યોજાયોદસાડાના પાનવા ગામે રહેતા ધીરુભાઈ અમરશીભાઈ ઠાકોર અને તેમના પત્ની કેશીબેન ઠાકોરના પુત્ર અને દસાડાનુ ગૌરવ એવા આનંદ ઠાકોરનો તેમજ વડગામમાં ચાની કીટલી ધરાવતા મનુભાઇ ઠાકોરના પુત્ર સુમિત ઠાકોરનું સન્માન કરવાનો કાર્યક્રમ ઠાકોર સમાજ અને દસાડા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા દસાડા-લખતરના ધારાસભ્ય નૌશાદભાઈ સોલંકીના વરદ હસ્તે રાખવામાં આવ્યો હતો.

જેમાં તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ દિનેશભાઇ રથવી તથા જિલ્લા પંચાયતના સદસ્ય નટુજી ઠાકોર અને સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસના મહામંત્રી વિક્રમભાઇ રબારી, તાલુકા પંચાયતના સદસ્ય અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના ઓબીસી સેલના મહામંત્રી ગીગાજી ઠાકોર, તાલુકા પંચાયતના વિરોધપક્ષના નેતા જયંતીભાઇ રાઠોડ, તાલુકા પંચાયત સદસ્ય, મોહનભાઇ સિંધવ, ફારુકખાન મલીક તેમજ ઠાકોર સમાજના આગેવાનો તથા ગામ લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતા. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન જયંતીભાઇ રાઠોડ અને મોહનભાઇ સિંધવ દ્વારા કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...