તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બેદરકાર તંત્ર:વઢવાણ પોલીસ સ્ટેશનમાં 60 કર્મી 40 ડિગ્રી ગરમીમાં શેકાયા

સુરેન્દ્રનગર8 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • તંત્ર હવે પોલીસનું પણ સાંભળતી નથી
 • નવી મંજૂર થયેલી જગ્યાએ પોલીસ સ્ટેશન બનાવવા અરજદારો સહિતના લોકોની માંગ

વઢવાણ પોલીસ મથક વર્ષો જૂનુ અને પતરવાળું છે. જેના કારણે કાળઝાળ ગરમીમાં પોલીસ કર્મીઓ શેકાઇ રહ્યાં છે. આ બાબતે જવાબદાર તંત્ર દ્વારા નવુ પોલીસ મથક બનાવવામાં આવે તેવી માંગ છે.

વઢવાણ, બાળા, દેદાદરા, ખારવા, મેમકા, ગોમટા, બલદાણા, કોઠારીયા, વાડલા, વાઘેલા, નાના કેરાળા, ટીંબા, રાઇ, સાંકળી, ખજેલી, ઝાપોદડ, ભડીયાદ સહિત 45 ગામડાઓ આવેલા છે. ત્યારે વર્ષોથી સ્ટેટની જમીનમાં વઢવાણ પોલીસ મથક હાલમા પણ દાજીરાજ હાઇસ્કૂલ સામેના વિસ્તારમાં ચાલુ છે. જિલ્લામાં 40 વધુ ડિગ્રીના તાપમાને વઢવાણ પોલીસ મથક પતરા વાળું હોવાથી મથકમાં ફરજ બજાવતા અધિકારી સહિત અંદાજે 60થી વધુ પોલીસકર્મીઓ ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. રહેણાક વિસ્તારથી બહાર જો પોલીસ સ્ટેશન મુખ્ય માર્ગ પર બનાવવામાં આવે તો લૂંટ, ચોરી તેમજ અકસ્માતના બનાવોમાં પણ ઝડપી કાર્યવાહી કરવામાં પોલીસને સરળતા રહે તેવી શકયતા રહેલી છે. આ પોલીસ સ્ટેશન માટે જગ્યાની પણ મંજુરી મળી હોય તેવુ બહાર આવ્યુ છે. ત્યારે ઝડપથી આ પોલીસ સ્ટેશન બનાવવાની કામગીરી હાથ ધરાય તેવી અરજદારો સહિતના લોકોમાં માંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો