અન્નકૂટ:ધ્રાંગધ્રામાં આવેલા મહાલક્ષ્મી મંદિરે માતાજીને છપ્પનભોગનો અન્નકૂટ ધરવામાં આવ્યો, ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ધ્રાંગધ્રામાં આવેલા મહાલક્ષ્મી મંદિરે માતાજીને છપ્પનભોગનો અન્નકૂટ ધરવામાં આવ્યો - Divya Bhaskar
ધ્રાંગધ્રામાં આવેલા મહાલક્ષ્મી મંદિરે માતાજીને છપ્પનભોગનો અન્નકૂટ ધરવામાં આવ્યો
  • મંદિરના સિનિયર સીટીઝન મંડળના માઈ ભક્તો દ્વારા ગરબા ગાવામાં આવ્યાં

નવા વર્ષની ઉજવણી નિમિત્તે મંદિરમાં માતાજીને છુપ્પનભોગનો અન્નકૂટ તેમજ માતાજીને શણગાર કરવામાં આવે છે. ત્યારે ધ્રાંગધ્રામાં આવેલા મહાલક્ષ્મી મંદિરે છપ્પનભોગનો અન્નકૂટ માતાજીને ધરવામાં આવ્યો હતો.

ધ્રાંગધ્રામાં આવેલા મહાલક્ષ્મી માતાજીના મંદિર જે સ્ટેટ વખતનું છે. જ્યાં છેલ્લાં 125 વર્ષથી અન્નકોટ છપ્પનભોગ ધરાવવામાં આવે છે. આ પ્રસંગે મંદિરના સિનિયર સીટીઝન મંડળના માઈ ભક્તો દ્વારા ગરબા ગાવામાં આવ્યાં હતા.

ત્યારબાદ મોડી સાંજે માતાજીની આરતી ઉતારવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, ભાગવત્ પુરાણ પ્રમાણે આશરે પાંચ હજાર વર્ષ પૂર્વ ગોકુળમાં નૂતન વર્ષથી અન્નકૂટોત્સવનો પ્રારંભ થયો છે. વર્ષમાં આવતા બધા તહેવાર જેવા કે નવરાત્રી મહોત્સવ, શ્રાવણી પર્વ કૃષ્ણ જન્મ, રામજન્મ તેમજ તુલસી વિવાહ જેવા પર્વની ઉજવણી કરવામાં આવે છે. સાથે દર પૂનમે ગરબાનું આયોજન કરવામાં આવે છે. અહીયા લોકો મોટી સંખ્યામાં દર્શન કરવા આવે છે.

અન્ય સમાચારો પણ છે...