પાટડીથી 3 કિ.મી.દૂર આવેલુ 'હળમતિયા હનુમાન મંદિર' શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર બન્યું છે. પાટડીના હળમતિયા હનુમાન મંદિરની મૂર્તિ પૂર્વથી દક્ષિણ તરફ સરકતા મંદિરનો દરવાજો પૂર્વથી બદલીને દક્ષિણ દિશામાં કરવામાં આવ્યો હતો. આજે હનુમાન જયંતિએ પાટડીથી 3 કિ.મી.દૂર આવેલા હળમતિયા હનુમાન મંદિરે હવનમાં માનવ મહેરામણ ઉમટ્યો હતો. પાટડી વિરમગામ રોડ પર 3 કિ.મી.દૂર આવેલું "હળમતિયા હનુમાન મંદિર"ની હનુમાનજીની મૂર્તિ ખેડૂતને હળ હાંકતી વખતે જમીનમાંથી નીકળી હતી.
આજે 16મી એપ્રિલે દેશભરમાં "હનુમાન જયંતિ"ની ઉજવણી થઇ રહી છે. ત્યારે પાટડીથી 3 કિ.મી.દૂર આવેલું 'હળમતિયા હનુમાન મંદિર' શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર બન્યું છે. આજથી સેંકડો વર્ષ અગાઉ એક ખેડૂત પોતાના ખેતરમાં હળ હાંકી રહ્યો હતો. ત્યારે જમીનમાંથી હનુમાનજીની મૂર્તિ નીકળી હતી. આથી એ ખેતરમાં જ્યાંથી હનુમાનજીની મૂર્તિ નીકળી હતી. ત્યાંજ હનુમાનજીનું નાનું મંદિર બનાવવામાં આવ્યું હતુ.
ત્યારે આ મંદિરની મૂર્તિ અને દરવાજો પૂર્વ દિશામાં હતો. ત્યારે આ મંદિરની મૂર્તિ જમીનની અંદર ધીમે ધીમે સરકીને દક્ષિણ દિશામાં ફરવા લાગતા મંદિરના વ્યવસ્થાપકો દ્વારા 2011માં આ 'હળમતિયા હનુમાન મંદિર'નો લાખોના ખર્ચે જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો. ત્યારે આ મંદિરની મૂર્તિ પૂર્વ દિશા તરફથી સરકીને દક્ષિણ દિશામાં આવતા જીર્ણોદ્ધાર વખતે એનો દરવાજો પૂર્વ દિશાથી બદલીને દક્ષિણ દિશામાં કરવામાં આવ્યો હતો.
આજે હનુમાન જયંતિએ પાટડીથી 3 કિ.મી.દૂર આવેલા હળમતિયા હનુમાન મંદિરે હવનમાં માનવ મહેરામણ ઉમટ્યો હતો. આજે મંદિરમાં હવનની સાથે પૂજા-પાઠ અને સુંદરકાંડનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતુ અને સાંજે આરતી બાદ પ્રસાદનો પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. પાટડીથી 3 કિ.મી.દૂર આવેલા આ ઐતિહાસિક "હળમતિયા હનુમાન મંદિર' જવાના રસ્તે હાલ અમેરિકામાં રહેતા ઉપેન્દ્રભાઇ દેસાઇ અને એમના મિત્રોએ રસ્તાની બંને બાજુ લાઇનબદ્ધ વૃક્ષો વાવીને એનો ઉછેર કરતા રમણીય વાતાવરણ ઉભું થયું હતું.
હાલ આ મંદિરની વ્યવસ્થા સંભાળતા હનુમાન ભક્ત એવા અરજણભાઇ ઠાકોર અને ચીનુભાઇ પ્રજાપતિએ જણાવ્યું કે, આ મંદિરનો જ્યારે જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો ત્યારે જેશીબી વડે મંદિરને અડેલુ ઝાડ જ્યારે ધળમૂળથી જમીનદોસ્ત કરવામાં આવ્યું ત્યારે હનુમાનજીની મૂર્તિને ઉની આંચ આવી નહોતી.
હાલમાં આ ઐતિહાસિક "હળમતિયા હનુમાન મંદિર" હજારો શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર બનવા પામ્યું છે અને મંદિરમાં હનુમાનજીની મૂર્તિ પાસે આસ્થા પૂર્વક માનતા રાખવામાં આવે એની બધી જ મનોકામના પૂર્ણ થાય છે. હાલમાં આ "હળમતિયા હનુમાન મંદિર"માં બાળકો માટે હિંચકા, લપસીયા અને ઝુલા સહિતના સાધનો પણ મુકવામાં આવ્યા છે. હાલમાં દર શનિવારે હજારો શ્રદ્ધાળુઓ આસ્થાભેર અહીં દર્શનનો અચૂક લાભ લે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.