કાર્યવાહી:સંકલન બેઠકમાં ધારાસભ્યોએ કોરોનાના મૃતકોની વિગત માગી

સુરેન્દ્રનગર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કલેક્ટરની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં પ્રશ્નો ચર્ચાયા
  • ગાંધી હૉસ્પિટલમાં​​​​​​​ બ્લડની વ્યવસ્થા સુધારવા સૂચન

કલેક્ટર કચેરીએ જિલ્લા ફરિયાદ અને સંકલ સમિતિની બેઠકમાં બાકી સરકારી લેણાંની વસૂલાત સહિતના મુદ્દા ચર્ચાયા હતા. બેઠકમાં અધિકારીઓને સરકારી લેણાંની વસૂલાત માટે ઝુંબેશ ઉપાડવા જણાવાયું હતંુ જ્યારે કર્મચારીઓના બાકી પેન્શન કેસ, લોકોની અરજીના સમયમર્યાદામાં નિકાલ, આરટીઆઇ, તકેદારી આયોગ સહિતની આરજીઓના નિકાલ અંગે સૂચના અપાઈ હતી જયારે ધારાસભ્ય નૌશાદ સોલંકી, ઋત્વિક મકવાણાએ શહેરી વિસ્તારમાં બાંધકામ અંતર્ગત બીયુ પરમીશન, બિનખેતી સંદર્ભે જમીન માપણીની કામગીરી, કોરોનામાં મત્યુ પામેલાની વિગત, સીએચસી, પીએચસી અને સબસ્ટેશનના બાંધકામ અંગે, બિનખેતી જમીન માપણીની કામગીરી તેમજ દૂધમંડળીને ફાળવેલી જગ્યા, ગાંધી હૉસ્પિટલમાં 9થી 12 અને 4થી 6 જ વાગ્યા સુધી બ્લડની વ્યવસ્થા થાય છે.

ચોટીલા તાલુકામાં બોરીયાનેસ ગામે નવી આંગણવાડીની દરખાસ્ત, ચોટીલા, મુળી અને થાનગઢ તાલુકાના ગ્રામ સેવક સંવર્ગ-3ને વિસ્તરણ અધિકારી તરીકે બેતી આપવા અંગે કાર્યવાહી ક્યાં પહોંચી, ચોટીલાના બોરીયાનેશ ગામે નવીઆંગણવાડી આંગણવાડી શરૂ કરવા, સહિતના પ્રશ્નો ઝડી વરસાવી હતી. જેને સાંભળી સબંધિત વિભાગના અમલીકરણ અધિકારીઓને પ્રશ્નોનું સમયમર્યાદામાં નિકાલ કરવાની સુચન કરાયા હતા. આ બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડીયા, નિવાસીઅધિક કલેક્ટર એન.ડી.ઝાલા, પ્રાંતઅધિકારીઓ મામલતદારો હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...