પર્સમાં પડેલા નાણાં સેરવી ગઠીયો ફરાર:સુરેન્દ્રનગરના બસ સ્ટેન્ડમાં અમદાવાદ તરફ જતી બસમાંથી મહિલાના પર્સમાંથી રૂ. 50 હજારની ઉઠાંતરી

સુરેન્દ્રનગર5 મહિનો પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગરના બસ સ્ટેન્ડમાં અમદાવાદ તરફ જતી બસમાંથી મહિલાના પર્સમાંથી રૂ. 50 હજારની ઉઠાંતરી - Divya Bhaskar
સુરેન્દ્રનગરના બસ સ્ટેન્ડમાં અમદાવાદ તરફ જતી બસમાંથી મહિલાના પર્સમાંથી રૂ. 50 હજારની ઉઠાંતરી
  • સુરેન્દ્રનગર પોલિસ મથકમાં લેખિત અરજી અપાતાં પોલિસે તપાસના ચક્રો ગતિમાન કર્યા
  • બસ સ્ટેન્ડમાં નાખવામાં આવેલા CCTV કેમેરા પણ બંધ હાલતમાં
  • અનેક વખત પોલિસ વડાને રજૂઆત કરવા છતાં પોલિસ બંદોબસ્તનો અભાવ

સુરેન્દ્રનગર શહેરના એસટી બસ સ્ટેન્ડમાંથી અમદાવાદ તરફ જતી બસમાંથી મહિલાના પર્સમાંથી રૂ. 50 હજાર રૂપિયાની ઉઠાંતરી કરી અજાણ્યો શખ્સ ફરાર બન્યો છે. એક તરફ સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળતી જઇ રહી છે અને ચોરી, લૂંટફાટ, મારામારી અને હત્યાના બનાવો સતત વધતા જઈ રહ્યા છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના એસ.ટી.બસ સ્ટેન્ડમાં વધુ એક ચોરીનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ અંગે સુરેન્દ્રનગર પોલિસ મથકમાં લેખિત અરજી અપાતાં પોલિસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

સુરેન્દ્રનગરથી અમદાવાદ તરફ જતી એસ.ટી. બસમાંથી મહિલાના પર્સમાંથી રૂ. 50 હજાર સેરવી લઈને એક શખ્સ ફરાર બન્યો છે. આ મામલે મહિલા દ્વારા આગળની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે. ત્યારે મહિલાના પર્સમાંથી 50 હજાર રૂપિયાની ચોરી થતાં હાલમાં સુરેન્દ્રનગરના એસ.ટી.ડેપોમાં ચકચાર મચી જવા પામી છે.

ત્યારે બસ સ્ટેન્ડમાં નાખવામાં આવેલા સીસીટીવી કેમેરા પણ છેલ્લા ઘણા સમયથી બંધ હાલતમાં છે. જેને લઇને બહારથી ચોરો આવી રહ્યા છે અને બસમાંથી અવાર-નવાર મોબાઈલ અને રોકડ રકમ તથા અન્ય વસ્તુઓની ચોરી કરી પલાયન કરી રહ્યા છે. આ મામલે અનેક વખત પોલીસને રજૂઆત કરવા આવી છે છતાં પણ કોઈ પણ પ્રકારનો પોલીસ બંદોબસ્ત સુરેન્દ્રનગર શહેરના એસ.ટી ડેપોમાં ગોઠવવામાં આવતો નથી.

અન્ય સમાચારો પણ છે...