મૂળ જૂનાગઢ જિલ્લાના માળીયા હાટીના તાલુકાના અને હાલ સુરેન્દ્રનગર જિલ્લાની વઢવાણ સરસ્વતી કન્યા વિદ્યાલયમાં મદદનીશ શિક્ષક તરીકે ફરજ બજાવતા મહિલા રમતવીર લાછુબેન પરમાર કે જેમણે જ્વેલિન થ્રો રમતમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરીને રાજ્ય અને ઝાલાવાડનું નામ રોશન કર્યું છે.તેઓ સ્વયં બનેલા ખેલાડી હવે અન્ય દિકરીઓને ખેલાડી બનાવી રહ્યા છે.આ અંગે લાછુબેને જણાવ્યુકે રમતગમત ક્ષેત્રે રસ હોવાથી પીટી ટીચર તરીકે કારકિર્દી પસંદ કરીહતી.
2010માં 45 વર્ષની ખેલ મહાકુંભ શરૂ થતા રમવાનુ શરૂ કર્યુ પહેલી વખતમાં હેમરથ્રોમાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો ત્યારબાદ પાછુ વળીને જોયુ નથી બાદમાં આગળ રાષ્ટ્રીયથી આંતરરાષ્ટ્રીય લેવલ સુધી અનેહવે માસ્ટર્સ એથલેટીક્સમાં આંતરરાષ્ટ્રીય લેવલ સુધી હેમરથ્રો, જ્વેલીનથ્રો સહિત રમતોમાં ગોલ્ડ મેડલ મેળવ્યા છે.અત્યાર સુધીમાં 250 જેટલી દિકરીઓને વિવિધ રમતોના ખેલાડી બનાવી જેમાં 5 દિકરીઓ રાષ્ટ્રીય થી આંતરરાષ્ટ્રીય સુધી રમતમાં પહોંચી છે.
તેઓએ જીવનમાં આગળ હવે અનુભવો બાળાઓને ખેલાડી બનાવવા નિશુલ્ક સેવા આપી નવા ખેલાડી તૈયાર કરવા માટે આપવાનું જણાવ્યુ હતુ. પોતાનાં વિદ્યાર્થીઓ અને આસપાસની બહેનો માટે સતત પ્રેરણા રૂપ બને માટે તેમનાં આ વિશિષ્ટ પ્રદાનને ધ્યાને લઈ સમગ્ર રાજ્યમાં યોજાઈ રહેલા નારી વંદન ઉત્સવ કાર્યક્રમ અન્વયે 2 ઓગસ્ટનાં રોજ સુરેન્દ્રનગર ખાતે બેટી બચાવો બેટી પઢાવો કાર્યક્રમનાં સુરેન્દ્રનગર જિલ્લાનાં બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.