દંપતી અચાનક ગુમ:સાયલાના વખતપર ગામના નિવૃત્ત દંપતી કોઈને કહ્યા વગર ઘર છોડીને જતા રહ્યા, પરિવારજનોમાં દોડધામ મચી

સુરેન્દ્રનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે તપાસ હાથ ધરી

સાયલાના વખતપર ગામમાં નિવૃત્ત જીવન ગુજારતા પટેલ મગનભાઇ ભીખાભાઇ પાંદડીયા અને તેમના પત્ની ગોદાવરીબેન વહેલી સવારથી ગુમ થઈ ગયા છે. જેથી નાના એવા ગામમાં દોડધામ મચી છે. સાયલા તાલુકાના 3000ની વસ્તી ધરાવતા વખતપર ગામમાં નિવૃત જીવન ગુજારતા 70 વર્ષના પટેલ મગનભાઇ ભીખાભાઇ પાંદડીયા અને તેમના પત્ની 65 વર્ષીય ગોદાવરીબેન અચાનક વહેલી સવારે વખતપર ગામેથી કોઇને કહ્યા વગર ઘર છોડીને જતા રહ્યા હતા.
સરપંચ સહિતનાઓએ આજુબાજુના વિસ્તારોમાં તપાસ હાથ ધરી
આ બાબતે પડોસમાં રહેતા શખ્સોને અને સરપંચને જાણ થતા ગામમાં તપાસ કરવામાં આવી હતી. પરંતુ તે મળી આવેલા નહીં. અંતે મોટા કેરાળા રહેતી દીકરી સરોજબેનને આ ઘટના અંગે જાણ કરવામાં આવી હતી. નાના કેરાળા ગામના ભાણેજ મયુરભાઇ પ્રેમજીભાઇ સોજીત્રાએ પોતાના નાના-નાની ગુમ થયાની જાણ થતા સગા-સબંધીમાં તપાસ હાથ ધરી હતી. પરંતુ મગનભાઇ અને ગોદાવરીબેન મળી ન આવતા મયુરભાઇએ સાયલા પોલીસને જાણ કરી હતી. આ બાબતે સાયલા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...