સહાય:ધ્રાંગધ્રાના મેથાણ ગામે ડુબી ગયેલા પાંચ માસૂમ બાળકોના પરિવારજનોને બબ્બે લાખની સહાય આપવામાં આવી

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દરેક બાળકદીઠ રૂ. 2-2 લાખ સરકાર તરફથી આપવામાં આવ્યાં

ધ્રાંગધ્રા તાલુકાના મેથાણ ગામે પાંચ આદિવાસી પરિવારના બાળકો તલાવડીમાં ડૂબી ગયાનો ગોઝારો બનાવ બન્યો હતો. જેમાં મૃત્યુ પામનારા બાળકના પરિવારજનોને રૂ. બે લાખની સહાય સરકાર દ્વારા આપવામાં આવી હતી. ત્યારે પાંચ બાળકોના પરીવારને કુલ રૂ.10 લાખની સહાય આપવામાં આવી હતી. ધ્રાંગધ્રા તાલુકાના મેથાણ ગામે તળાવમાં પાંચ બાળકો પાણીમાં ન્હાવા જતા ડૂબી જવાથી મોત થયા હતા.

મૃતક બાળકો પ્રિયંકાબેન પારસીંગભાઈ, દિનકીબેન પારસીંગભાઈ, અલ્કેશભાઈ પારસીંગભાઈ, લક્ષ્મીબેન પ્રતાપભાઈ અને રંજનાબેન પ્રતાપભાઈના વારસદારોને સરકાર દ્વારા પ્રત્યેક મૃતકને રૂપિયા બે લાખ લેખે મળી કુલ રૂ. 10 લાખના સહાયનો ચેક ધ્રાંગધ્રા તાલુકા પંચાયત કચેરી ખાતે ધારાસભ્ય પરસોત્તમભાઈ સાબરીયા, જિલ્લા પંચાયતના સભ્ય અને ચેરમેન મોહનભાઈ ડોરિયા, ચેરમેન સામાજિક ન્યાય સમિતિ, તાલુકા પંચાયત પ્રમુખ જીજ્ઞેશભાઈ પટેલ, કાળુભાઇ મકવાણા, કિરીટસિંહ ઝાલા, અતુલભાઈ ઝેઝરીયા, ઇન્ચાર્જ તાલુકા વિકાસ અધિકારી રસિકભાઈ પટેલ, તલાટી મેથાણના હસ્તે મૃતકના પરિવારને આપવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...