મૃતકોના પરિવારને સહાય:ધ્રાંગધ્રાના મેથાણની તલાવડીમાં ડૂબી ગયેલા 5 બાળકોના પરિવારને બબ્બે લાખની સહાય, મુખ્યમંત્રીએ શ્રદ્ધાંજલિ પાઠવી

સુરેન્દ્રનગર8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા મૃતકોને સહાયની જાહેરાત કરવાની સાથે ટ્વીટ કરી મૃત્યુ પામેલા બાળકોને શ્રધ્ધાંજલી આપી
  • ધ્રાંગધ્રાના મેથાણ ગામે એક સાથે પાંચ બાળકોના મોતથી સમગ્ર પંથકમાં ગમગીનીનો માહોલ

સુરેન્દ્રનગર જિલ્લામાં ગઇકાલે કરુણ ઘટના બની હતી. જેમાં સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રાના મેથાણ અને સરવાળ વચ્ચે આવેલી ખેત તલાવડીમાં ડૂબી જવાના કારણે પાંચ બાળકોના મોત નીપજવા પામ્યા હતા. જેને લઈને આ બનાવને પગલે સમગ્ર પંથકમાં શોકની લાગણી વ્યાપી જવા પામી હતી. ત્યારે 3થી 10 વર્ષના પાંચ બાળકોના મોતને લઈ સમગ્ર પંથકમાં શોકની લાગણી વ્યાપી જવા પામી છે.રાજ્ય સરકાર દ્વારા પાંચેય બાળકોના પરિવારજનોને બબ્બે લાખની સહાયની જાહેરાત કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઘટના અંગે દુઃખ વ્યકત કર્યું હતું.

મેથાણ ગામની તળાવડીમાં ડૂબી જતાં 5 બાળકોના મોત થયા હતા
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રાના મેથાણ ગામ નજીક ખેતરમાં બનાવવામાં આવેલી તલાવડીમાં ડૂબી જવાના કારણે પાંચ બાળકોના મોત નીપજ્યા હતા. જેમાં ચાર બાળકી અને એક બાળકનો સમાવેશ થતો હતો. ત્યારે તમામની લાશોને તલાવડીમાંથી સ્થાનિક પોલીસ અને તંત્રની ટીમ દ્વારા બહાર કાઢવામાં આવી હતી. આ બાળકો રમતા-રમતા તલાવડીમાં ખાબક્યાં હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતુ. ત્યારે તમામની ડેડબોડીને પીએમ માટે સુરેન્દ્રનગર જિલ્લાની ધાંગધ્રા સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા. ત્યારે પરિવારજનોમાં પણ શોકનું મોજુ ફરી વળવા પામ્યું હતુ. ખેતમજૂરી કરવા માટે સુરેન્દ્રનગરના ધાંગધ્રાના મેથાણ ગામ નજીક આદિવાસી પરિવાર આવ્યો હતો. ત્યારે પરિવાર કામે ગયો હતો તે સમયે તલાવડીમાં રમતા રમતા એક સાથે પાંચ બાળકો તળાવમાં ખાબક્યાં હતા અને આ ઘટનામાં તમામ બાળકોના મોત થઈ ગયા હતા.

ધારાસભ્ય પરસોત્તમ સાબરિયા ઘટનાસ્થળે દોડી આવ્યા
વાડી માલિક સતિષભાઈ વાલજીભાઈ પટેલ,મેથાણ અને વિષ્નુભાઈ પટેલ,સરવાળ જ્યારે મૃતકોના પિતા પ્રતાપભાઇ ભીલ અને પારસીંગભાઈ ધારૂક તથા મૃત્યુ પામેલા બાળકોના નામ લક્ષ્મી, રંજીલા, અલ્કેશ, દિનકી, પ્રિયંકા હતા. આ મામલે પોલીસ અને સ્થાનિક પ્રશાસન વિભાગની ટીમ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ત્યારે આ મામલે સમગ્ર પંથકમાં કરુણ ઘટનાને લઇ અને ધારાસભ્ય પુરૂષોત્તમ સાબરીયા પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. અને પરિવારજનોને સાંત્વના આપી હતી.

મૃતકના પરિવારજનોને બબ્બે લાખ રૂપિયાની સહાયની જાહેરાત
જ્યારે તમામ બાળકોની ડેડબોડીના પી.એમ.ધાંગધ્રા સિવિલ હોસ્પિટલ ખાતે જ કરવામાં આવ્યા હતા. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના મેથાણ ગામે એકસાથે પાંચ બાળકોના મોત બાદ રાજકીય અગ્રણીઓ, સામાજિક અગ્રણીઓ અને ધર્મગુરુઓ દ્વારા સોશિયલ મીડિયાના મારફતે આ બનાવને લઈ અને ટિવટ તથા મૃતકને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. ત્યારે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા પણ પોતાના ટ્વીટર એકાઉન્ટ ઉપર ટ્વિટ કરી અને આ ઘટનાને લઇ અને પરિવારજનોને સાંત્વના આપવામાં આવી હતી. અને સરકાર દ્વારા તમામ મૃતક બાળકો છે, તેમના પરિવારજનોને બે-બે લાખ રૂપિયા આપવાની જાહેરાત મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા કરવામાં આવી છે.

પેટનો ખાડો પુરવા આવેલા પરિવારે પોતાના લાડલા બાળકો ગુમાવ્યા
સમગ્ર ગુજરાત રાજ્યમાં રુવાડા ઉભા કરી દેતી ગઈકાલે સુરેન્દ્રનગરમાં જે ઘટના બની હતી, એની સત્યતા એટલી છે કે, પરિવાર પોતાના પેટનો ખાડો પુરવા માટે અન્ય રાજ્યમાંથી ગુજરાત આવ્યો હતો. અને સુરેન્દ્રનગરના મેથાણ ગામે વસવાટ કરી અને ખેતમજૂરી કરી અને પેટીયુ રળવા આવ્યા હતા. તે સમયે એમણે એકસાથે પોતાના પાંચ બાળકોને ગુમાવ્યા છે. જેને લઈને લાડલા બાળકો તો ગુમાવ્યા, પરંતુ ધાંગધ્રા સિવિલ હોસ્પિટલમાં પ્રથમ ડોક્ટરી ટીમ દ્વારા નાના બાળકો હોવાના કારણે પી.એમ.માટેની ના પાડી દેવામાં આવતા ફરી એક વખત પરિવારજનો હોસ્પિટલમાં કલ્પાંત કરવા લાગ્યા હતા. ત્યાર બાદ સ્થાનિક આગેવાનો દ્વારા આ મામલે પરિવારજનોની પ્રતિક્રિયા લેવામાં આવતા તેમને જણાવ્યું હતું કે, અમે અમારા બાળકો ખોયા છે, હવે અમારી પાસે રૂપિયો પણ નથી. અને એમ્બ્યુલન્સનું રાજકોટ પહોંચાડવા સુધીનું ભાડું પણ નથી. તો અમારે આ બાળકોનું પીએમ નથી કરાવવુ અને ભલે ધાંગધ્રા સિવિલ હોસ્પિટલ પીએમ ન કરી દે તો, અમે સીધા અમારા બાળકોને અગ્નિસંસ્કાર આપી દેશું. આ શબ્દો સાંભળી અને હોસ્પિટલમાં ઉભેલા અન્ય દર્દીઓની આંખોમાં પણ આંસુ જોવા મળ્યા હતા. અંતે ધાંગધ્રા હોસ્પિટલના ડોક્ટરી ટીમ દ્વારા જ પીએમ કરી આપવામાં આવ્યું.

સુરેન્દ્રનગર નાયબ પોલીસ અધિક્ષક પી.કે.પટેલ પણ ઘટનાસ્થળે દોડી આવ્યા
સુરેન્દ્રનગરની ધાંગધ્રા સિવિલ હોસ્પિટલમાં એકસાથે પાંચ બાળકોના મોત બાદ હોસ્પિટલમાં રૂદનફાટ સર્જાયું હતુ. ત્યારે આ મામલે પરિવારજનોની મુલાકાત લેવા નાયબ પોલીસ અધિક્ષક પી.કે.પટેલ દોડી આવ્યા હતા. અને પ્રાથમિક તપાસમાં વિગતો જાણવામાં આવતા બાળકોના મોત બાદ પરિવાર પાસે એમ્બ્યુલન્સના પણ પૈસા ન હોવાનો ખુલાસો થયો હોય અને આ જ મામલે નાયબ પોલીસ અધિક્ષકે પોતાની ફરજ ગણી અને તાત્કાલિક પણે જાહેરાત કરી દીધી કે, રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ડેડબોડી પહોંચાડવાનો તમામ ખર્ચો હું આપી દઈશ. મારા પગારમાંથી આપી દઈશ પરિવાર ચિંતા ન કરે. અને એમના વતન સુધી પહોંચાડવાનો ખર્ચ છે તે પણ હું પોતે ઉપાડી લઈશ. ત્યારે નાયબ પોલીસ અધિક્ષક પી.કે.પટેલના આ નિવેદનથી પોલીસની માનવતા મહેકી છે.

અન્ય સમાચારો પણ છે...