તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દ્રઢ મનોબળ:બન્ને હાથે અને એક પગે દિવ્યાંગ પાટડીનો બાળક ભણવાની સાથે ચિત્રકળા અને રમત-ગમત ક્ષેત્રે પણ અવ્વલ, કોહલી જેવો ક્રિકેટર બનવાની ઇચ્છા

સુરેન્દ્રનગર6 મહિનો પહેલાલેખક: મનીષ પારીક
દિવ્યાંગ કિશનને ક્રિકેટ રમવાનો શોખ
  • તાલુકા કક્ષાએ ચિત્રકળામાં અવ્વલ નંબર પ્રાપ્ત કરી ઇનામ પણ પ્રાપ્ત કર્યુ હતુ

તાજેતરમાં જ ભારતે ઓસ્ટ્રેલિયાને એમની જ ધરતી પર ટેસ્ટ સીરીજમાં હરાવી ઇતિહાસ રચ્યોં છે. ત્યારે અડગ મનના મુસાફરને હિમાલય પણ નડતો નથી એ ઉક્તિને પાટડી તાલુકાના ઉપરિયાળા ગામના બન્ને હાથ અને એક પગે દિવ્યાંગ એવા દ્રઢ મનોબળથી ધનવાન એવા બાળકે યથાર્થ ઠેરવી છે. આ દિવ્યાંગ બાળક ભણવાની સાથે સાથે ચિત્રકળા અને રમત-ગમત ક્ષેત્રે પણ અવ્વલ છે. એને અધૂરા અંગે દિવ્યાંગના વિરાટ કોહલી જેવો ક્રિકેટર બનવાનું સ્વપ્ન છે.

તાજેતરમાં જ ભારતે ઇંગ્લેન્ડને અમદાવાદના અૈતિહાસીક મોટેરાની ધરતી પર ચાર ટેસ્ટ મેચની સીરીઝમાં 3-1થી વિજય બની એમને ધૂળ ચાંટતા કરી ઇતિહાસ રચવાની સાથે ગાવસ્કર-બોર્ડર ટ્રોફી જીતી ભારત દેશનું નામ રોશન કર્યું છે. ત્યારે હિમાલય પર્વત પર જઇને બરફ વેચી આવવા સુધીનું દ્રઢ મનોબળથી ધનવાન એવા પાટડી તાલુકાના અંતરિયાળ ઉપરીયાળા ગામના બન્ને હાથ અને એક પગે દિવ્યાંગ એવા અગિયારમાં ધોરણમાં અભ્યાસ કરતા કિશન છનીયારાને ભણતા, ચિત્રકામ કરતા કે ક્રિકેટના મેદાનમાં રમતા જોઇ સશક્ત લોકો પણ ગર્વતાનો અહેશાસ કરી શકે છે.

અક્ષર મોતીના દાણા જેવા સુંદરજન્મથી જ બન્ને હાથ અને એક પગે દિવ્યાંગ એવો ઉપરીયાળા ગામનો 1‍5 વર્ષનો કિશન નવઘણભાઇ છનીયારા નાનપણથી જ ભણવામાં અવ્વલ છે. કિશન બન્ને હાથે સંપૂર્ણ દિવ્યાંગ હોવા છતાં એના અક્ષર મોતીના દાણા જેવા સુંદર છે. વધુમાં આ દિવ્યાંગ યુવાને આટલેથી ના અટકતા હાથ વગર પણ ચિત્ર સ્પર્ધામાં માછલીનું ચિત્ર બનાવી એમાં કલર પુરી તાલુકા કક્ષાએ ચિત્રકળામાં અવ્વલ નંબર પ્રાપ્ત કરી ઇનામ પણ પ્રાપ્ત કર્યુ હતુ.

એમાય ભણવા-ગણવા અને ચિત્રકળામાં અવ્વલ એવા આ દિવ્યાંગ કિશનને બન્ને હાથ ન હોવા છતાં હાથમાં બેટ લઇ ચોગ્ગા-છગ્ગાની રમઝટ કરવાની સાથે સ્પીન બોલીંગ કરતા જોઇ નજરે એની રમત નિહાળનારા સૌ પળવાર માટે આશ્ચર્યમાં ગરકાવ થઇ જાય છે. એની શાળાના આચાર્ય જયંતીભાઇ વિરમગામી અને વર્ગશિક્ષક ભરતભાઇ ઠાકોર જણાવે છે કે, બન્ને હાથે અને પગથી દિવ્યાંગ હોવા છતાં એ શાળામાં ક્યારેય રજા પાળતો નથી.

સ્કુલના આચાર્ય, શિક્ષકો અને મિત્રોના સાથ-સહકારે મારૂ મનોબળ વધાર્યું
દિવ્યાંગ વિદ્યાર્થી કિશન છનીયારાએ જણાવ્યું છેકે, હું બંને હાથ અને એક પગથી વિકલાંગ હોવા છતાં મને મારા મમ્મી-પપ્પા સહિત શાળાના આચાર્ય સહિતના શિક્ષકો અને મિત્રોએ મનોબળ વધારતા હું આજે આ મુકામ પર પહોંચ્યો છુ. અને ધોરણ 10 બોર્ડમાં સારા નંબરે પ્રાપ્ત કરવાની સાથે હાલમાં હું ધોરણ- 12 બોર્ડની પરીક્ષાની તૈયારી કરી રહ્યોં છુ. અને ક્રિકેટ રમવુ એ મારા માટે ઝૂનુન છે અને ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન વિરાટ કોહલી મારો ઓલ ટાઇમ ફેવરિટ છે.

આવા દિવ્યાંગ બાળક સશક્ત બાળક માટે ઉદાહરણ સમાન: આંબુભાઇ સોલંકી
પાટડી તાલુકાના પ્રાથમિક શિક્ષણાધિકારી આંબુભાઈ સોલંકીએ જણાવ્યું છેકે, શાળામાં ભણતરની સાથે સાથે ચિત્રકામ અને રમતગમત ક્ષેત્રે તમામ સ્પર્ધામાં ભાગ લેવાની સાથે અવ્વલ પ્રદર્શન કરનાર આ દિવ્યાંગ બાળક નાસીપાસ થયેલા સશક્ત બાળકોને પણ ઉમદા ઉદાહરણ પુરૂ પાડે છે.

ભગવાન એક હાથે લે છે, તો બીજા હાથે કાંઇક અવશ્ય આપે છે: કનુભાઇ ગઢવી
પાટડીના રાષ્ટ્રીય અંધજન મંડળના કનુભાઈ ગઢવીએ જણાવ્યું છેકે, હું વર્ષોથી દિવ્યાંગ અને અંધ-બહેરા-મુંગા સાથે કામ કરૂ છુ. ઉપરીયાળાના દિવ્યાંગ કિશન છનીયારાને જોઇને હું એટલુ જરૂર કહીશ કે, ભગવાન એક હાથે લઇ લે છે, તો બીજા હાથે કાંઇક અવશ્ય આપે છે. કારણ કે, ઇશ્વરના દરબારમાં દેર છે પણ અંધેર નથી.

એના કોચ મેરૂભાઇ ભાડકા પણ બંને પગે દિવ્યાંગ
બન્ને હાથ અને પગથી દિવ્યાંગ બાળક કિશન છનીયારાને ક્રિકેટની ટ્રેનીંગ કોચ મેરૂભાઇ ભાડકા પણ બંને પગથી દિવ્યાંગ છે. તેઓ ગર્વભેર જણાવે છે કે, ઉપરીયાળા ગામના કિશન છનીયારાએ ધો.10માં 62% માર્કસ સાથે પાસ થવાની સાથે હાલમાં ધોરણ 12 કોમર્સમાં અભ્યાસ કરે છે. એના બંને હાથ કપાયેલા હોવા છતાં લખવામાં, ચિત્રકામમાં અને ક્રિકેટ રમવામાં એ અવ્વલ છે. અને દિવ્યાંગ હોવા છતાં એનો આદર્શ ક્રિકેટર ભારતીય ટીમનો કેપ્ટન વિરાટ કોહલી છે.