તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:50 લાખ લઇને આવવાનું કહ્યું હતું ફરિયાદી 20.55 લાખ લઇને આવ્યા

સુરેન્દ્રનગર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વઢવાણ લૂંટ કેસ: ભાગેલા આરોપીઓનું બાઇક લીંબડી હાઇવે પરથી મળી આવ્યું, જસદણના મિત્રે ફરિયાદીને ઓળખાણ કરાવી હતી

જીએસટી નંબર સાથેનું બિલ આપવાની લાલચ આપીને જૂનાગઢ જિલ્લાના વેપારીના રૂ.20.55 લાખની લૂંટ ચલાવી 2 શખસ ભાગી ગયાનો વઢવાણમાં બનાવ બન્યો હતો. જેમાં આરોપીઓ જે બાઇક લઇને ભાગ્યા હતા તે બાઇક લીંબડી નેશનલ હાઇવે ઉપરથી મળી આવ્યું હતું. પરંતુ આરોપીઓનો પતો લાગ્યો નથી. ફરિયાદીએ જણાવ્યું હતું કે ભવાનીએ તો તેમને રૂ.50 લાખ લઇને આવવાનું કહ્યું હતું. પરંતુ તેમની પાસે રૂ.20.55 લાખ જ હતા. જો રૂ.50 લાખ લઇને આવ્યા હોત તો તેની પણ લૂંટ થઇ ગઇ હોત.

જીએસટીવાળા બિલમાં ગોલમાલ કરીને સરકારનો ટેક્સ નહીં ભરવાની લાલચ જૂનાગઢ જિલ્લાના વેપારીને ભારે પડી ગઇ હતી. મૂળ કોટડા નાનાનો વતની અને ભેસાણ યાર્ડમાં ખેતીની ઉપજની લે-વેચ કરતા ચેતનભાઇ ઘનશ્યામભાઇ પટેલની હિંદુસ્તાન ટ્રેડિંગ નામની દુકાન આવેલી છે.

જસદણ ખાતે રહેતો કેયુર ઉર્ફે રાજ ચેતનભાઇનો મિત્ર હતો. અને કેયુરે ફોન કરીને ચેતનભાઇને જીએસટી સાથેના બિલની વઢવાણ ખાતેનો તેનો મિત્ર કરી આપતો હોવાનું જણાવ્યું હતું. આથી તા.1 જુલાઇના રોજ ચેતનભાઇ તેમના ભાગીદાર અને મિત્ર સાથે વઢવાણ આવ્યા હતા. જ્યાં ભવાની ઉર્ફે ભોટુ નરેન્દ્રસિંહ મોરી સાથે ડિલ કરી હતી. અને તા.5 જુલાઇના દિવસે રાજકોટના વેપારીને આપેલા કપાસના રૂપિયા લઇને વઢવાણ આવ્યા હતા. જ્યાં ભવાની ઉર્ફે ભોટુ નરેન્દ્રસિંહ મોરી અને કરણ ઉર્ફે બુધી ખુશાલભાઇ મોરી રૂપિયા ભરેલા થેલાની લૂંટ કરી જતા રહ્યા હતા.

આ બનાવ અંગે ભોગ બનનાર ચેતનભાઇએ વઢવાણ પોલીસ મથકે ગુનો દાખલ કરાવ્યો છે. જેના આધારે આરોપીઓને પકડવા માટે વઢવાણ પોલીસને સાથે એલસીબી એસઓજી સહિતની ટીમો દોડતી થઇ ગઇ છે.

અન્ય સમાચારો પણ છે...