તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માનવતા મહેકાવી:અશોકભાઇ રાવલે કોરોના કાળના 7 મહિનામાં કુલ 2.50 લાખ લોકોને ઉકાળા પીવડાવવાની સેવા કરી હતી

સુરેન્દ્રનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
અશોકભાઇ રાવલનો પરિવાર - Divya Bhaskar
અશોકભાઇ રાવલનો પરિવાર
 • 14 દિવસમાં કોરોનાને હરાવ્યો, એટેક આવતા અવસાન થયુ

સુરેન્દ્રનગરના અશોકભાઇ રાવલ નર્મદા વિભાગમાં નોકરી કરતા હતા. નિવૃત્તિ બાદ 66 વર્ષના અશોકભાઇનો સેવા જ જીવનમંત્ર હતો. કોરોનાના કપરા સમયમાં ફેબ્રુઆરીમાં શરૂ કરેલા ઉકાળા પીવડાવવાની સેવા 1500થી 1700 લોકો લોકો સુધી પહોંચી હતી. ગાંધી હોસ્પીટલમાં દાખલ દર્દીઓને જાતે રોજ ઉકાળા પીવડાવતા હતા. આટલુ જ નહી દર્દીના પરિવારને પણ ઘરે જઇ ઉકાળો આપી આવતાં હતા. સતત 7 મહિના સેવા કર્યા બાદ પોતે કોરોનાગ્રસ્ત થયા હતા.

પરંતુ 14 દિવસની સારવાર બાદ પોતે સાજા થઇ ગયા હતા. સાજા થઇ ગયાને ત્રીજા દિવસે અેટેક આવતાં મૃત્યુ પામ્યા હતા. તેઓ જયારે કોરોનાના દર્દીઓને ઉકાળો પીવડાવવા માટે જતા ત્યારે લોકો તેમને કહેતા કે તમારી ઉંમર છે તમને કોરોના થશે તો તમારો જીવ જોખમમાં મુકાશે. તો તેઓ જવાબ આપતા કે બધાય કોરોનાથી ડરી જશે તો સેવા કોણ કરશે. અને મોતમાં પાંચમની છઠ થવાની નથી. અશોકભાઇ પોતાનું મનગમતુ સેવાનું કામ કરતા સ્વધામ ગયા છે તેની ઘરનાને આત્મસંતોષ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો