કઠણાઇ:આશાવર્કર્સ, ફેસિલિટર બહેનોને કોરોનાકાળમાં કરેલા કામનું ભથ્થું 6 મહિને પણ ચૂકવાયું નથી

સુરેન્દ્રનગર8 મહિનો પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગરમાં આશાવર્કર અને ફેસીલીટર બહેનોને યોગ્ય વળતર ચૂકવવાની માંગ સાથે રેલી યોજી આવેદન પાઠવ્યું હતું. - Divya Bhaskar
સુરેન્દ્રનગરમાં આશાવર્કર અને ફેસીલીટર બહેનોને યોગ્ય વળતર ચૂકવવાની માંગ સાથે રેલી યોજી આવેદન પાઠવ્યું હતું.
  • મહિલા દિને જ મહિલા કર્મીઓને માગણી માટે સૂત્રો પોકારવા પડ્યા
  • પૂરતું વેતન ન મળતું હોવાની ફરિયાદને લઇ મહિલાઓને કાળી પટ્ટી બાંધી સુરેન્દ્રગનર ટાગોરબાગથી કલેક્ટર કચેરી સુધી રેલી કાઢવી પડી : વળતર ચૂકવવા માંગણી કરી પડી

જિલ્લામાં ફરજ બજાવતા આશાવર્કર અને ફેસીલીટર બહેનોને પુરતું વેતન ન આપી શોષણ કરવામાં આવતું હોવાની ફરીયાદ સાથે મહિલા શક્તિ સેના દ્વારા કલેક્ટર કચેરીમાં આવેદન પાઠવવામાં આવ્યું હતું. મહિલાઓએ કાળી પટ્ટી ધારણ કરી કલેક્ટર કચેરીના પ્રાંગણમાં સત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કરી તેમની માંગણીઓ અંગે સત્વરે યોગ્ય નિર્ણય કરવા રજૂઆત કરી હતી.

8 માર્ચે સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાની આશાવર્કર અને ફેસીલીટર બહેનોને કામના પ્રમાણમાં પુરતું મહેનતાણું ન મળતું હોવાની રાવ ટાગોરબાગથી કલેક્ટર કચેરી સુધી રેલી યોજી હતી. રજૂઆતમાં જણાવ્યું હતું કે સરકાર દ્વારા મહિલા સશક્તિકરણની માત્ર ગુલબાંગો પોકારાય છે. એક દિવસ પુરતું મહિલાઓનું સગવડીયું સન્માન કરાય છે.

બીજી તરફ આશાવર્કર અને ફેસીલીટર બહેનોને પુરતું વેતન ન આપી આર્થિક અને માનસિક શોષણ કરાય છે. કોરોના મહામારી ફ્રન્ટલાઇન વર્કર તરીકે ફરજ નિભાવનાર મહિલાઓને કોરોના કામગીરીનું ભથ્થું છ મહિનાથી ન ચૂકવી અન્યાય કરાય છે. ત્યારે આશાવર્કર અને ફેસીલીટર બહેનોને મળવાપાત્ર યોગ્ય વળતર ચૂકવવામાં આવે તેવી માંગ છે.

અન્ય સમાચારો પણ છે...